જે ખેડૂતોની જમીન કપાતમાં ગઈ તેઓને રૂડા દ્વારા બીન ખેતી સમયે લાભ અપાશે: સિટી પ્રાંત-૨ ચરણસિંહ ગોહિલની મહત્વની કામગીરી
ગુજરાત સરકાર દ્વારા રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેની લાંબાગાળાની ટ્રાફીક સમસ્યા નિવારણ અર્થે હયાત ચાર માર્ગીય હાઈવેની પહોળાઈ વધારી ૬ માર્ગીય કરવાની કામગીરી ચાલી રહેલ છે. જેના જમીન સંપાદન અર્થે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા રાજકોટ શહેર-૨, નાયબ કલેકટર ચરણસિંહ ગોહિલને અધિકૃત કરાયા છે.
રાજકોટ તાલુકાના હીરાસર, રામપરા બેટી, કુચિયાદડ, કુવાડવા, તરઘડીયા, માલિયાસણ અને આણંદપર (નવાગામ)ની રોડ ટચ જમીનો સંપાદન કરવાની આ કામગીરીમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન અને સંકલન હેઠળ નેશનલ હાઈવે ગુજરાત સ્ટેટ ઓથોરીટી અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા) દ્વારા હકારાત્મક પ્રયત્નોના ફળસ્વરૂપ વિના વળતરે નેશનલ હાઈવેમાં સંપાદન કરવામાં આવેલ છે. હાલ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે ૪૫ મીટર પહોળો છે. જેને પહોળો કરી ૬૦ મીટરનો સિકસ લેન હાઈવે કરવામાં આવી રહ્યો છે આ માટે રોડની બંને સાઈડ જમીન સંપાદન કરવાની થાય. રોડની બંને સાઈડ ખેતીની જમીનો ધરાવતા ખેડુતો દ્વારા રોડ પહોળો થતા તેમની જે જમીનો કપાસ થાય છે. તેઓ એ વિના વળતરે નેશનલ હાઈવે ઓથોરીટીને કબ્જા સોંપી આપેલ છે. આવા ખેડુતોને તેનો લભા બિનખેતી સમયે રૂડા દ્વારા અપાશે.