સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની ભારતીબેન પરીમલભાઈ ગેડીયા, રંજનબેન ગોરધનભાઈ, હનુભાઈ ગોવુભાઈ, ભવનભાઈ ભીખાભાઈ, ભીમાભાઈ અમજીભાઈ, વઢવાણ તાલુકાના વતની મોતીબેન ગણપતભાઈ, કાળીબેન જીવાભાઈ અને ધ્રાંગધ્રા તાલુકાના વતની બળદેવભાઈ નાનજીભાઈ કણજરીયા, સવિતાબેન ઘનશ્યામભાઈ, હિરાબેન કાનજીભાઈ, શિવાભાઈ ભુરાભાઈ તથા લીંબડી તાલુકાના વતની રમણીકભાઈ જીગરભાઈ ચાવડા તેમજ ચુડા તાલુકાના વતની અમીનભાઈ રસીકભાઈને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ – સુરેન્દ્રનગર ખાતે તેમની સઘન સારવાર બાદ આ તમામ દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૨૯ જુલાઇ -૨૦૨૦ ના રોજ કોવિડ હોસ્પિટલ- સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો