ફિલ્ડ લેવલ અધિકારીઓ અને શિક્ષકોને કોરોનાથી ભય હોવાના કારણે ચૂંટણી પાછી ઠેલવાય તેવી શક્યતા
વૈશ્ર્વિક મહામારી કોરોનાનાં પગલે પેટાચુંટણીઓ પાછી ઠેલવાઈ ગઈ છે જેમાં બાય ઈલેકશન માટેની ૮ બેઠકોની ચુંટણી ૧૪ સપ્ટેમ્બર પહેલા યોજવાની જાહેરાત પણ કરવામાં આવી હતી પરંતુ તે હવે વધુ સમય માટે મુલત્વી રખાઈ તેવું માનવામાં આવી રહ્યું છે. હાલ કોરોના મહામારીનાં કારણે સમયમાં પણ ફેરબદલ આવી શકે છે. રાજય સરકાર દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હાલનાં સમયમાં પેટાચુંટણી યોજવી યોગ્ય નથી. પેટાચુંટણી અંગે જો માહિતી એકત્રિત કરવામાં આવે તો ડાંગ, કરજણ, મોરબી, લીંબડી, અબડાસા, ગઢડા, કપરાડા અને ધારી બેઠક માટેની ચુંટણી યોજાશે. બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, રાજય સરકાર ઈલેકશન કમિશનને બાય ઈલેકશનને મુલત્વી રાખે.ચૂંટણી કામગીરીમાં કાર્ય કરતા ફિલ્ડ ઓફિસરો ઈલેકશન ડયુટી ઉપર જવા માટે તૈયારી ન દાખવતા બાય ઈલેકશન વધુ સમય માટે મુલત્વી રાખવામાં આવે તેવું પણ હાલ સામે આવ્યું છે. ફિલ્ડમાં કાર્ય કરતા ફિલ્ડ ઓફિસરો કોરોનાથી ભયભીત થઈ જતા ચુંટણીઓ પાછી ઠેલવવામાં આવશે તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ ઘણાખરા ફિલ્ડ ઓફિસરો અને શિક્ષકોને કોરોના પોઝીટીવ આવતા તેઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તમામ સ્થિતિને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાને રીપોર્ટ સોંપવામાં આવ્યો છે અને જણાવાયું છે કે, બાય ઈલેકશન માટેનું જે શીડયુલ બનાવવામાં આવ્યું છે તે ખુબ જ પડકારરુપ રહેશે જેના માટે પેટાચુંટણીઓને પાછી ઠેલવવી જોઈએ