ગાઇડલાઇન મુજબ કોરોનાનો રિપોર્ટ કરાવવા પોલીસ ગયા અને બુટલેગર છનનન…
જૂનાગઢ પોલીસ દ્વારા પકડાયા બાદ કોરોના પોઝિટિવ જાહેર થયેલા કુખ્યાત બુટલેગર સંજય ડોસા કોવિડ સેન્ટરમાંથી ભાગી છૂટતા પોલીસે નાકાબંધી કરી, સીસી ટીવી ફૂટેજના આધારે પકડી પાડવા ધંધે લાગી છે.
ગત મોડી રાત્રે બનેલી આ ઘટનામાં જૂનાગઢના નામચીન બુટલેગર સંજય ડોસા ભવનાથનાં સનાતન ધર્મશાળામાં શ કરવામાં આવેલા કોવીડ સેન્ટર માથી આરોગ્ય કર્મી અને પોલીસને ચકમો આપી, સિફતથી નાસી છૂટયા બાદ, આ બાબતની તંત્રને જાણ થતાં ધંધે લાગ્યું હતું, શોધખોળ કરી હતી, પરંતુ સંજય ડોસા ન મળતા આખરે પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાતા પોલીસના કાફલા ભવનાથ ખાતે પહોંચ્યા હતા અને તપાસ જારી કરી હતી.
સંજય ડોસા જૂનાગઢ પંથકના કુખ્યાત બુટલેગર છે, અને ત્રણ દિવસ પહેલા તાલુકા પોલીસે એક ગુન્હામાં તેની અટક કરી સરકારી ગાઇડ લાઇન મુજબ કોરોનાા રિપોર્ટ કરાવવામાં આવેલા હતા જે સેમ્પલ પોઝિટિવ આવતા સંજય ડોસા ને જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ કોવીડ સેન્ટરમાં સારવાર અર્થે મૂકવામાં આવેલ હતા.
જૂનાગઢના નામચીન બુટલેગર સંજય ડોસા ભવનાથનાં સનાતન ધર્મશાળામાં શરૂ કરવામાં આવેલ કોવીડ સેન્ટર માથી આરોગ્ય કર્મી અને પોલીસને ચકમો આપી, સિફત થી નાસી છૂટયા બાદ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાંં આવી છેે અને પોલીસ દ્વારા સીસીટીવી અને ટેકાનીકલ સહિત વિવિધ દિશામાં તપાસ આદરી સંજય ડોસાને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.