શહેરના બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ એસ.બી. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના કર્મચારીઓ માધાપર ચોકી વિસ્તારમા હતા. તે દરમ્યાન પો.હે. કોન્સ. સુરજભાઇ વેગડાની બાતમીના આધારે હરીઓમ પાર્કમાથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ હાથ ધરી છે. જેમાં આરોપી પુનમબેન હાર્દીકભાઇ ગોસ્વામી ઉ.વ .૨૧ રહે . હરીઓમપાર્ક માધાપર તા. ભુજ, અને ધર્મીષ્ઠાબેન અશોકભાઇ શાહ ઉ.વ .૪૪ રહે. હરીઓમપાર્ક પાણીના ટાંકાની સામે માધાપર તા.ભુજના કબજામાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની બોટલ ૧૨૦ કિંમત રૂપિયા ૪૮૦૦૦ તથા મોટરસાયકલ નંગ બે કિંમત રૂ.૫૦,૦૦૦ તેમજ મોબાઇલ નં ૨ કિંમત રૂપિયા ૭૦૦૦ એમ કુલ રૂપિયા ૧,૦૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા જ્યારે આરોપી હાર્દીક ઉમેશગર ગોસ્વામી રહે. હરીઓમપાર્ક માધાપર તા.ભુજને ઝડપી પાડી પોલીસે ત્રણે આરોપીઓના ભજ્ઞદશમ-૧૯ની તપાસ માટે મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું આ મુદ્દામાલ આરોપીઓએ કોનીપાસેથી ખરીદ્યો હતો અને કોને આપવાની હતી તેમજ મોબાઈલ કોલ ડિટેલ પણ ચકાસણી હાથ ધરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું.
Trending
- શિયાળામાં મોજા પહેરીને સૂવું સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં?
- Triumphની સૌથી સસ્તી બાઇક Speed T4 હવે બની વધુ સસ્તી..!
- શું વાત છે Kawasaki એ ભારતમાં લોન્ચ કરી Kawasaki Ninja 1100SX કિંમત જાણીને ચોકી જશો…
- kia તેની ન્યુ Kia Syros SUV ટુંકજ સમય માં કરશે ભારતમાં લોન્ચ, જાણો કોને કોને આપશે ટક્કર…
- Jeep અને Citron પણ તેની નવી કાર પર કરી રહી છે વધારો…
- મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા પાસે મોટી બોટ દુર્ઘટનામાં 3ના મોત, 5 ગુમ
- Lookback 2024 Sports: ક્રિકેટની ટોપ 5 અવિસ્મરણીય ક્ષણો
- ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો