સામાજીક સ્વચ્છંદતા આપણને કયાં લઈ જશે ?
રાજકોટના યુરોલોજીસ્ટ ડો. અમલાણીના માર્ગદર્શન હેઠળ બે તબીબોએ કરી સફળ સર્જરી
અજાણતા દર્દીઓ પોતાના શરીરને ખૂબ જ નુકસાન કરે છે; ડો પ્રતિક અમલાણી
જાતીય સુખ મેળવવા ગુપ્તાંગમાં નાખેલી લાકડી પેશાબની કોથળીમાં ફસાઈને બટકી ગઈ અને પથરીનું કારણ બની હતી રાજકોટના યૂરોલોજીસ્ટ ડો. ડો. જીતેન્દ્ર અમલાણીના માર્ગદર્શન હેઠળ ડો. જીતેન ગોહેલ તથા ડો. પ્રતિક અમલાણીએ આવું જ એક ઓપરેશન કરી આ પથરી દૂર કરી દર્દીનો જીવ બચાવ્યો હતો.
દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ, રાજકોટના યુરોલોજી વિભાગના તાજેતરમાં એક અત્યંત ચોકાવનાર જાતીય સ્વચ્છંદતતાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં એક યુવા અપરણિત યુવતી પેશાબની તકલીફ સાથે યુરોલોજી વિભાગમાં આવી હતી તેમની રેડીયોલોજીકલ એન પેથોલોજીકલ તપાસ કરી કિડનીની પથરીનું નિદાન કરવામાં આવેલ અને પથરી મોટી સાઈઝની હોય દર્દીને દાખલ કરી ઓપરેશન કરવાનું નકકી કરાયું હતુ.
સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના વિભાગીય વડા ડો. જીતેન્દ્ર અમલાણીના માર્ગદર્શન હેઠળ યુરો-સર્જન ડો. જીગેન ગોહેલ અને ડો. પ્રતિક અમલાણીએ ઓપરેશન કરી પથરી દૂર કરી પથરી કાઢતા જ ડોકટર અચંબામાં પડી ગયા કે દર્દીના દર્દીની પેશાબની કોથળીમાં આશરે ૬ સે.મી. જેટલી લાંબી સાઈઝની લાકડી ખેતરમાં જોવા મળતી ઝાડની લાકડી જોવા મળી હતી. અને તે લાકડી સાથે ૪ સે.મી. સાઈઝની પથરી ચોટેલી હતી દર્દીને વિશ્ર્વાસમાં લઈ હકિકત જાણી અને દર્દીએ સ્વીકારેલ કે જાતીય સુખ સંતોષવા માટે આવી લાકડી પેશાબનાં રસ્તે નાંખતી હતી. જે લાકડી તુટીને પેશાબની કોથળીમાં ફસાઈ ગઈ પરંતુ સામાજીક ડરના કારણે તેણે આ વાત છુપાવેલી હતી. ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં એનેસ્થેસિયોલોજીસ્ટ ડો. વંદના પરમાર, ડો. પલક શાહ અને નર્સીંગ સ્ટાફે પણ ભારે જહેમત ઉઠાવી હતી.
ડો. પ્રતિક અમલાણી સાથે ચર્ચા થયામુજબ આ પ્રકારના કિસ્સા મનોવૈજ્ઞાનિક રીતે જાતીય વિકૃતિની કેટેગરીમાં આવે છે. જેમાં દર્દી આવું કંઈક અજીબો ગરીબ જાતીય સુખની અનૂભુતિ કરવા કરતા હોય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે આવું કરવાથી ઘણી વખત અજાણતા દર્દી પોતાના શરીરને ખૂબજ નુકશાન પહોચાડતા હોય છે. આવા કિસ્સામાં સમયસર ડોકટર પાસે જવાથી ઘણી હદ સુધીનું નુકશાન ટાળી શકાય છે.
હાલમાં સામાજીક સ્વછંદતા અને પશ્ર્ચિમના દેશોનાં વિડીયો કલ્ચર એટલી હદે વધી ગયા છે તેમજ જાતીય શિક્ષણનો સદંતર અભાવ હોવાથી સમાજમાં અવાર નવાર આવા કિસ્સા જોવા મળે છે. અને દર્દી પોતાની જાત પર જોખમ ઉભુ કરતા હોય છે. જેથી તેમણે જાતીય શિક્ષણ પર વિશેષ ભાર મૂકયો છે. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનિષ મહેતાના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલ, રાજકોટમાં યુરોલોજી વિભાગ સંપૂર્ણ રીતે કાર્યરત છે. અને તમામ પ્રકારની યુરોલોજીકલ સારવાર અને જટીલ સર્જરીઓ પણ કરવામાં આવે છે. જે સૌરાષ્ટ્રની આર્થિક રીતે નબળા વર્ગની પ્રજા માટે આશિર્વાદ રૂપ છે.