જેલમાં મહેલ જેવી સગવડ ભોગવતા પેધી ગયેલા કેદીઓના કરર્તુતનો પર્દાફાશ

જેલમાં રાત્રે ચાલતા ગોરખ ધંધા પર ચોંકાવનારો ઘટ્ટસ્ફોટ માર મારી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યુ આચરવાની ફરજ પાડયા અંગેના કેદીના ચોંકાવનારા આક્ષેપથી ખળભળાટ

હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કેદીનું પ્ર.નગર પોલીસ નિવેદનની કાર્યવાહી કરે તે પહેલાં જેલ સતાવાળાએ કેદીને હોસ્પિટલમાંથી ઉઠાવી જેલ ભેગો કર્યો!

જેલમાં પેધી ગયેલા કેદીઓ સામાન્ય કેદી પર જો હુકમી ચલાવવી અને રોફ જમાવતા હોય તેવા સીન હિન્દી ફિલ્મમો જોવા મળે છે. પરંતુ રાજકોટ જેલમાં પણ કેટલાક પેધી ગયેલા અને માથાભારે કેદીઓ પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરવા માટે કેટલાય કેદીને મારતા હોવાની નબળા કેદીઓ પર સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય આચરવા સહિતના જુલ્મ ગુજારવામાં આવ્યા સહિતના ચોકાવનારા આક્ષેપ સાથે ખૂનના કેદીએ આપઘાતનો પ્રયાસ કર્યાની ‘અબતક’ની ટીમ સમક્ષ સ્ફોટક કબુલાત આપતા ખળભળાટ મચી ગયો છે.

ગોંડલ રોડ પર લોઘેશ્ર્વર સોસાયટીમાં રહેતા અને ચાર વર્ષ પહેલાં પ્રેમ પ્રકરણના કારણે કણકોટના પાટીયા પાસે પ્રૌઢની હત્યા કરવાના ગુનામાં જેલ હવાલે થયેલા કિશન દિલીપભાઇ ગટીયા નામના ૩૦ વર્ષના લોધા યુવાન અને તેના ભાઇ કાના ગટીયાને અદાલતે તકસીરવાન ઠેરવી સજા ફટકારી હતી. જેલમાં સજા ભોગવતા કિશન ગટીયાએ ગત તા.૨૩ જુલાઇએ બેરેક નંબર ૩ના બાથરૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કયો હતો. કિશન ગટીયાને અન્ય કેદીઓએ બચાવી લીધો હતો અને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયો હતો જ્યાં તેના ગળામાં ઇજા થઇ હોવાથી પુરૂ બોલી શકતો ન હોવાથી તેને આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે અંગેની વિગતો પ્રકાશમાં આવી ન હતી.

1112

કિશન અને કાનો એક જ બેરેકમા હતા ત્યારે અન્ય કેદીઓ તેના વિરૂધ્ધ અવાર નવાર ફરિયાદ કરતા હોવાથી આઠેક માસ પહેલાં કિશન ગટીયાને રાજકોટ જેલમાંથી અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરાયો હતો. અને કિશન ગટીયાને રાજકોટ મધ્યસ્થ જેલની બેરેક નંબર ૩માં રાખવામાં આવ્યો હતો જ્યા હાલ ૨૩ કેદીઓને રાખવામાં આવ્યા છે.

કિશન અને કાનાની જોડી છુટી પડતા બેરેક નંબર ૨૩માં રહેલા સ્ટોન કિલર હિતેશ દલપતરામ રામાવત, ઇન્દ્રજીતસિંહ જાડેજા અને ભૂપત નામના કેદીઓએ પોતાનું વર્ચસ્વ જમાવવાનું શરૂ કર્યુ હતું. હિન્દી ફિલ્મમાં એકલ દોકલ કેદીઓ પર ખૂખાર કેદીનો હુકમ ચાલતો હોય તે રીતે સ્ટોન કિલર હિતેશ રામાવત, ઇન્દ્રજીતસિંહ અને ભૂપત નામના કેદીઓ અન્ય કેદીને મારતા અને તેના પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતા હોવાની તેમજ ન કરવાના કામ કરાવતા હોવાનું કિશન ગટીયાએ જણાવ્યું છે.

કોરોનાના કારણે કેદીઓને તેના સગા-સંબંધીઓ સાથે મુલાકાતના બદલે ટેલિફોનીક વાત-ચીત કરાવવામાં આવતી હોવાથી કિશન ગટીયાએ પોતાના ભાઇ વિજય ગટીયા સાથે ફોનમાં વાત કરી જેલમાં સ્ટોન કિલર હિતેશ રામાવત, ઇન્દ્રજીતસિંહ અને ભૂપત નામના કેદીઓ હેરાન કરતા હોવાની રાવ કર્યા બાદ બેરેકમાં જઇ બાથરૂમમાં લેંઘાની નાળીની મદદથી ગળાફાંસો ખાઇ લીધાનું કિશન ગટીયાએ ‘અબતક’ની ટીમને જણાવ્યું હતું.

121

ગળાફાંસો ખાઇ સારવાર લઇ રહેલા કિશન ગટીયાનું પ્ર.નગર પોલીસ પાંચમાં દિવસે નિવેદન કે ફરિયાદ નોંધી ન હતી જ્યારે કિશન ગટીયાએ ‘અબતક’ સમક્ષ પોતાને જેલમાં કંઇ પ્રકારની યાતના વેઠવી પડે છે તે અંગેની ચોકવાનારી વિગતો જણાવતાની સાથે જ જેલમાંથી આવેલો સ્ટાફ કિશન ગટીયાને ડીસચાર્જ લઇ હોસ્પિટલથી જેલ હવાલે કરી દીધો હતો. કિશન ગટીયાની ઉપરોકત વાતને તેના ભાઇ વિજય ગટીયાએ સમર્થન આપ્યું હતું અને જેલમાં રાત્રી દરમિયાન ગોરખ ધંધા જ ચાલતા હોવાના સ્ફોટક આક્ષેપ કર્યા છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ તટસ્થ તપાસ થાય તો કેટલી ચોકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાનું વિજય ગટીયાએ જણાવ્યું છે.

જેલમાં વધુ એક કેદીનો આપઘાતનો પ્રયાસ કાચના કટકા ખાઇ જતા જેલ તંત્રમાં દોડધામ

ખૂનના ગુનામાં જેલ હવાલે થયેલા સુરેશ ધનજીભાઇ મકવાણા નામના શખ્સ કાચ ખાઇને આપઘાતનો પ્રયાસ કરતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. કાચ ખાઇ જીવન ટૂંકાવવો પ્રયાસ કરતા સુરેશ મકવાણાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ અંગે પ્ર.નગર પોલીસની તપાસમાં તેને સારણ ગાંઠની બીમારી હોવાથી તેને જેલના તબીબ દ્વારા દરરોજ દવા આપવામાં આવતી હોવાથી સુરેશ મકવાણાએ એક સાથે એક માસની દવાની માગણી કરતા તેને દરરોજે દરરોજ દવા આપવામાં આવશે તેવું જણાવતા આપઘાતનો પ્રયાસ કર્યાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.