‘અદ્રશ્ય’ ચોરીએ માજા મૂકી
વર્ષ ૨૦૨૦માં માત્ર ૬ મહિનામાં શહેરીજનોના ખાતામાંથી અધધધ…૩ કરોડ ૫૦ લાખ ઉપડી ગયા !!!
વર્તમાન સમયમાં કોમ્પ્યુટર નો વપરાશ ખૂબ જ વધી રહ્યો છે સાથોસાથ તેને લગતા ગુનાઓની સંખ્યા માં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ સાઇબર ક્રાઇમને લગતી અનેક અરજીઓ રાજકોટ સાઇબર પોલીસ સ્ટેશનમાં મળી છે. વધુ પડતા એકાઉન્ટ હેકિંગ, ફેક આઈડી તેમજ નાણાકીય રફિીમ ની અરજીઓ નું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. સાયબર હેકર્સને આપણા પર હાવી ન થવા દેવા માટે આપણે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની છે લોકોને અજાણ્યા નંબરમાંથી ફોન કરીને “હું આરબીઆઈ માંથી મેનેજર બોલું છું અથવા તો હું એટીએમ કાર્ડ સેન્ટર માં થી બોલું છું તમારું એટીએમ કાર્ડ લોક થઈ ગયેલ છે તમારો કાર્ડ નો પીન નંબર જણાવો સાથે જ મારા ફોન પર એક ઓટીપી આવશે તે આંકડો અમને લખાવો તમારું કાર્ડ લોક થઈ ગયું છે તે એક્ટીવ થઈ જશે”. જે લોકો નેટ બેન્કિંગનો સૌથી વધુ ઉપયોગ કરે છે તેઓ જો આવા ફેક કોલ થી ફસાઈ અને બેન્કિંગ ડિટેલ આપી દે તો તે નાણાકીય ફ્રોડ નો શિકાર બને છે. રાજકોટ શહેરમાં નાણાકીય ફોડ ના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે .નાણાંકીય ફ્રોડ બાબતે લોકો સતર્ક બને તે અત્યંત જરૂરી છે. વર્ષ ૨૦૧૯ માં રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નાણાંકીય ફ્રોડ ની ૯૦૦ જેટલી અરજી આવેલ હતી .તમામ અરજીમાં નાણાંકીય ગયેલ રકમ ૨ કરોડ ૫૦ લાખ છે. જ્યારે વર્ષ ૨૦૨૦માં જૂન મહિના સુધી નાણાંકીય ફ્રોડની ૨૦૦૦ જેટલી અરજી આવેલ છે જેમાં તમામ અરજી મળી કુલ ગયેલ રકમ ૩ કરોડ ૨૭ લાખ છે.સાયબર ક્રાઇમ પોલીસે અરજીના આધારે તપાસ કરી દોઢ કરોડથી વધુ રકમ ભોગ બનનાર લોકોને પરત અપાવી છે.
સાયબરના છીંડા ક્રાઇમ રેટ વધારી રહ્યા છે લોકોને સતર્કતાની તાતી જરૂર : મનોજ અગ્રવાલ
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અબતક મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે ઓક્ટોબર ૨૦૧૯ થી રાજકોટ શહેર માં સાયબર ક્રાઈમ પોલિસ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યું હતું જેમ જેમ ઓનલાઇન કામગીરીમાં વધારો થતો જાય છે તેમ તેમ ઓનલાઇન ફ્રોડ માં પણ વધારો થઈ રહ્યો છે .ખાસ કરી ને ઝારખંડ ના જામતારા ગામના લોકો દ્વારા દેશ ના ઘણા લોકો છેતરાયા છે .જ્યારે જામતારા સિવાય પણ અલગ અલગ વિસ્તાર ના માણસો થકી ઓનલાઇન ચેટીંગ મારફત ઓ.ટી.પી. મેળવી લેવાના બહાના હેઠળ તથા બીજા માધ્યમ થી એકાઉન્ટ ના પૈસા ખબર પડ્યા વગર વિડ્રો કરી લેવામા આવે છે. આમ લોકો ની જાણ બહાર ઘણા સાયબર ક્રાઈમ થઈ રહ્યા છે જેથી તમામ રાજકોટ વાસીઓ ને અનુરોધ છે કે પોતાના મોબાઈલ, કોમ્પ્યુટર કે બેંક એકાઉન્ટ કોઈ ને આપવું નહિ અને કોઈ વાર બહાના હેઠળ બીજા ને માહિતી અપાઈ જાય અને પૈસા ખાતા માંથી ઊપડી જાય તો ચિંતા કરવાની જરૂર નથી.તત્કાલીક ધોરણે સાયબર ક્રાઈમ નો સંપર્ક કરવો ખાસ તો ગુજરાત પોલીસે આશ્વત નામની વ્યવસ્થા ગોઠવેલ છે જેમાં તાત્કાલિક ફોન કરવો જોઈએ જો ટૂંકા સમય માં સંપર્ક કરવામાં આવે તો પૈસા ના ટ્રાન્જેક્શન ને અટકાવી દેવામાં આવશે અને પૈસા પરત મેળવવામાં આવશે.રાજકોટ શહેર માં ઘણા લોકો ના પૈસા ચાલ્યા ગયા છે જેમાં થી ૧ કરોડ ૫૦ લાખ કરતા પણ વધારે જેટલા પૈસા પ્રજાજનો પરત કરવામાં આવ્યા છે.ઓનલાઇન ફ્રોડ કરતી વખતે ફોન મારફતે ઘણી ચર્ચા કરવામાં આવે છે,સ્ક્રીન ને શેર કરવાની કોશિશ પણ કરે છે,કોઈ વસ્તુ ડાઉનલોડ કરાવવા નું પણ પ્રયત્ન કરે છે,મોબાઈલ માં આવેલ ઓ.ટી.પી. ને પણ મેળવવાની કોશિશ કરે છે જેથી લોકોને એમ લાગે કે સામેવાળો વ્યક્તિ સાચું બોલે છે અને ઘણી વાર તો બેંક ના અધિકારી તરીકે ની ઓળખ આપી ને પણ કે.વાય.સી. માગે છે તે સિવાય કોઈ નોકરી આપવાના બહાના હેઠળ પણ છેતરપિંડી કરવાના પ્રયત્નો કરે છે.કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત ન કરવી જોઈએ અને જો ફોન માં વાત થાય તો ફોન નંબર રાખી લેવો જોઈએ અને કોઈ પણ સંજોગે તેના કહેવા પ્રમાણે કોઈ વસ્તુ ની વિગત ન આપવી.કમનસીબે અત્યાર સુધી ઘણા બધા છેતરપિંડી ના કેસો આવી ચૂકેલ છે રાજકોટ શહેર ની વાત કરીએ તો છેલ્લા વર્ષે આશરે ૯૦૦ જેટલી અરજીઓ આવેલ છે અને છેલ્લા ૬ મહિના દરમિયાન ૨૦૦૦ થી પણ વધુ અરજીઓ આવેલ છે જેથી કહી શકાય કે દિવસે ને દિવસે સાયબર ક્રાઈમ વધી રહ્યો છે લોકો ઓનલાઇન છેતરવાની કોશિશ કરી રહ્યા છે તે ઉપરાંત સોશ્યિલ મીડિયા જેવા કે ઇન્સ્ટાગ્રામ,ફેસબૂક અને ગૂગલ ના એકાઉન્ટ ને પણ હેક કરવાના પ્રયત્નો કરવામાં આવે છે.ચિંતા કરવાની કોઈ જરૂર નથી રાજકોટ શહેર માં સાયબર ક્રાઈમ સેલ માં ઘણા બધા અધિકારીઓ જાણકારી સાથે મહેનત કરીને કામગીરી કરી રહયા છે જો કોઈ બનાવ બને તો તરત જ સાઇબર ક્રાઈમ નો સંપર્ક સાધવો જેથી સાયબર ક્રાઈમ દ્વારા તત્કાલ ઉકેલ લાવવાનો પ્રયત્ન થશે.ગયા વર્ષે રાજકોટ શહેર માં કુલ ૧૫ જેવી વસ્તુ સાથે ની બુક બનાવવામાં આવી હતી પછી તેમાં ૨૩ અલગ અલગ પ્રકાર ઉમેરવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ સાથે ચેટિંગમાં કે ઓ.ડી.પી. શેર કરવાના લીધે કે સ્ટોલકિંગ કરવાના જેવા ઘણા બધા પુરાવા આપેલ છે ૩ હજાર જેટલી ચોપડીઓ અલગ અલગ વિસ્તાર માં મહિલાઓ ને આપેલ છે જેમાં કેવા પ્રકારે મહિલાઓ છેતરાય છે તેની જાણકારી આપવામાં આવેલ છે.જેની પબ્લિકસીટી પણ મીડિયા મારફતે કરવામાં આવશે. સાથે સાથે લોકો ને પણ સાવચેતી રાખવાની જરૂર છે જેથી ઘણા બધા પ્રકરણો ને બનતા અટકાવી શકાય.
બિહાર – ઝારખંડના નંબરો પરથી આવે છે નાણાંકીય ફ્રોડ માટેના કોલ !!
તમને ફોન કરનાર વ્યક્તિ પોતે ખરેખર બેંક સાથે એટીએમ સેન્ટર સાથે જોડાયેલો હશે તો તમારી નાણાકીય વિગત સ્વભાવિક રીતે બધી જાણતો જ હશે ,માટે કોઈપણ વ્યક્તિ તમને ફોન કરીને બેંકની ડિટેલ પૂછે તો તેને કોઈ પણ પ્રકારનો જવાબ આપવો જ નહીં. રાજકોટ સાઇબર ક્રાઇમના એસીપી પલસાણાના જણાવ્યા અનુસાર નાણાકીય ફ્રોડના કોલ્સ મોટેભાગે બિહાર અને ઝારખંડ ના નંબર પરથી આવતા હોય છે તમારા ફોનમાં ઇનકમિંગ કોલ ના નંબરો પરથી તે નંબરના સર્વિસ પ્રોવાઇડર અને તે નંબર કયા રાજ્યનો છે તે જણાવી શકે તેવા મોબાઇલ ફોન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રાખવી જોઈએ જો આપના કોઈ સગાવ્હાલા રાજ્ય બહાર ન રહેતા હોય અને એવી જગ્યાએ થી કોલ આવે તો ફોન રિસીવ કરવો જ નહીં જેથી આવા ચીટરો થી બચી શકો.
સોશિયલ નેટવર્કિંગ બની ગયું શોષણ નેટવર્કિંગ
વોટ્સએપ, ફેસબુક જેવી સોશિયલ સાઈટ્સ એપ્લિકેશન પર કોઈ પણ ધંધા અને અશ્લીલ ફોટા મેસેજ કે વિડિયો અપલોડ કરવા કે ધમકી આપવી એ સાયબર ક્રાઇમનો ગુન્હો બને છે. ચીટર ગેંગ બેરોજગાર યુવાનોને નોકરી આપતી ઓફર્સના ઇમેઇલ કરી નોકરીની લાલચે પૈસા મંગાવે છે .કોઈ પણ કંપનીનાં ઇમેઇલ ની ખરાઈ કરો પછી જ વિશ્વાસ કરી પૈસા ડિપોઝીટ કરવા જોઈએ. ફેસબુક, વોટ્સએપ પર બોગસ એકાઉન્ટ ક્રિએટ કરી તમને લગ્નની ઓફર તેમજ જો ધંધો પડી ભાંગ્યો હોય તો ધંધામાં રોકાણ કરી આપવાની મદદ સહિતની તૈયારીઓ બતાવતા મેસેજ પર ક્યારેય વિશ્વાસ કરવો નહીં તેમના સંપર્ક કરતા સૌથી પહેલાં તેઓ પોતાના એકાઉન્ટમાં રૂપિયા મંગાવે છે અને એ રૂપિયા મળતા સાથે જ તેઓ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી નાખે છે.
સાયબર ક્રાઇમથી બચવા શું કરવું ? શું ન કરવું? સાયબર ક્રાઈમ એસીપી જી. ડી. પલસાણાએ સુચવ્યા ૭ સુચનો
- ૧) આખી દુનિયામાં ક્યારેય પણ કોઈપણ વ્યક્તિ મફત કાંઈ આપતું નથી માટે લકી ડ્રો વીનરના મેસેજ નો ક્યારેય રીપ્લાય આપવો નહીં કે તેની લીંક ઓપન કરવી નહીં
- ૨) ક્યારે પણ તમારું યુઝરનેમ તથા પાસવર્ડ સેવ ન રાખવો જ્યારે પણ તમારા ઇમેલ એકાઉન્ટ માં લોગીન થાઓ ત્યારે ધ્યાન રાખો કે તમારા બ્રાઉઝર નું સેવ પાસવર્ડનું ઓપ્શન ડિસેબલ હોય
- ૩) જ્યારે તમે સાર્વજનિક કોમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યા છો ત્યારે સાવચેતી રાખો કોઈ અન્ય વ્યક્તિ તમારી અંગત વિગતો જાણવા ને તમારી એક્ટિવિટી પર નજર તો આજુબાજુ નથી રાખી રહેલ ને ?
- ૪ ) ક્યારેય પણ બ્રાઉઝિંગ દરમિયાન તમારું કોમ્પ્યુટર મૂકી ઉભા ના થાઓ અને જો કોમ્પ્યુટર થોડીવાર માટે છોડવું પડે તો લોગ આઉટ થયા બાદ જ કોમ્પ્યુટર ઉપર થી ઉભા થશો
- ૫ ) ઇન્ટરનેટ બ્રાઉઝર તમારા યુઝર આઈડી અને પાસવર્ડ સ્ટોર કરી શકે છે જેથી જ્યારે પણ લોગઆઉટ થાવ ત્યારે હંમેશા બ્રાઉઝિંગ હિસ્ટ્રી ડિલીટ કર્યા બાદ જ કોમ્પ્યુટર લોગઆઉટ કરશો
- ૬) તમારી અંગત હાર્ડ ડ્રાઈવ ,પેન ડ્રાઈવ પબ્લિક કોમ્પ્યુટર પર ક્યારેય ઉપયોગ કરવો નહીં હંમેશા આવા કોમ્પ્યુટર ઉપર તેનો ઉપયોગ કર્યા બાદ ફરી વાર તેનો ઉપયોગ કરતા પહેલા એન્ટીવાયરસ સોફ્ટવેરની મદદ થી તેને સ્કેન કરી લેવું.
- ૭) સાર્વજનિક કોમ્પ્યુટર પર થી ક્યારેય બેન્કિંગ કરવું નહીં તેમજ જે વેબસાઈટ તમારી અંગત વિગતો જેવી કે એકાઉન્ટ નંબર ,ક્રેડિટ કાર્ડ નંબર માંગે તે વેબસાઇટનો ઉપયોગ તદ્દન ટાળવો.
રીચાર્જના હાટડાઓ બ્લેક મેઇલીંગનું એપી સેન્ટર
મોબાઇલ રિચાર્જ દુકાન ધારક મહિલાઓના મોબાઇલ નંબર દ્વારા તેમને ફસાવવાનું સરળ માઘ્યમ છે કારણ કે મોબાઇલ રિચાર્જ કરાવવા માટે મહિલાઓ દુકાન ધારક ને તેમનો ફોન નંબર આપે છે. આ ફોન નંબરનો ઉપયોગ મહિલાઓને મેસેજ કે ફોન કરી મિત્રતા કેળવી લે છે. મહિલાઓનું ઇમોશનલી બ્લેકમેલિંગ કે શોષણ થવાની સંભાવના રહે છે. શકય હોય ત્યાં સુધી અજાણી જગ્યાએથી મોબાઇલ રિચાર્જ કરાવવું જોઇએ નહીં.
ડેબિટ કાર્ડ કલોનિંગ
ડેબિટ કાર્ડ દ્વારા છેતરપીંડી ત્યારે જ શકય છે જયારે તમારો પીન નંબર કોઇની પાસે પહોંચી જાય છે. આવા છેતરપીંડી કરતા લોકો થોડી વાર માટે પણ જો ડેબિટ કાર્ડ તેમના હાથ માં આવી જાય તો સ્કિમિંગ ડીવાઇસની મદદથી ડુપ્લીકેટ કાર્ડ બનાવી શકે છે, કયારેય પણ અજાણી વ્યકિતને કાર્ડ કે પિન નંબર આપવા નહીં.
કી-લોગર
કી-લોગર એક એવો છેતરામણો પ્રોગ્રામ છે જેના થકી કોમ્પ્યુટરમાં કરવામાં આવતી તમામ કામગીરી રેકોર્ડ થઇ જાય છે. જેના થકી તમારી ખાનગી માહિતી, પાસવર્ડ કોઇના હાથમાં જઇ શકે છે. શિકારી અંગત માહિતી ઇમેલ દ્વારા મેળવી તેનો દુરુપયોગ કરી શકે છે. કોમ્પ્યુટરમાં હંમેશા એન્ટિવાઇરસ સોફટવેર હોવો જોઇએ. જે આ પ્રકારના પ્રોગ્રામ સામે એલર્ટ કરે છે.
કોલ સ્પ્રુફીંગ
મોબાઇલ એપની મદદથી ગુનાહીત માનસિકતા વાળા માણસ છેતરપીંડી કરવા માટે પોતાના નંબર તથા અવાજ બદલીને બીજાના કોલ સ્પુફિંગ દ્વારા તમારા અંગત ભકિતના નંબર દેખાય તે રીતે કોલ સેટ કરી શકે છે. તેમજ મોબાઇલ સ્ક્રીન પર દેખાતો નંબર હકીકતમાં શિકારીનો હોય છે. જે તમને મુશ્કેલીમાં મૂકી શકે છ. વિશ્ર્વસનીય એપ જ ડાઉનલોડ કરવી.
એસએમએસ સ્પ્રુફીંગ
ઓનલાઇન ખરીદી કરતી વખતે ખાસ તકેદારી રાખવી, ફિશિંગ ટેકનોલોજીની મદદથી એવી લિંક બને છે કે જે કોઇ જાણીતી વેબસાઇટની હોય, જેનો ઉપયોગ કરવાથી શિકારીની જાળમાં ફસાઇ જવાય છે. તે જ રીતે મેસેજ સ્પુફિંગ ટેકિનક વડે શિકારી કોઇ કંપનીના નામે લોભામણી ઓફરના એસએમએસ કરી શિકાર બનાવે છે. આવા મેસેજ કે લિંક મળે ત્યારે સાવચેતી વાપરી ખરાઇ કરવી જોઇએ.
રેન્સમવેર
રેન્સમવેર એક એવો છેતરામણો પ્રોગ્રામ છે જે કોમ્પ્યુટર માંથી તમારા ડેટાને પ્રસિઘ્ધ કરી કે સિસ્ટમ હેન્ગ કરી શકે છે. આ પ્રકારના પ્રોગ્રામ ઇમેલ એટેચમેન્ટ દ્વારા તમારા પ્રોગ્રામમાં ઘુસી જાય છે. અને સિસ્ટમ બ્રેક કરી નાખે છે. શિકારી કોમ્પ્યુટર સરખું કરી આપવાના બદલામાં પૈસાની માંગણી કરી શકે છે. અજાણ્યા ઇમેલ કયારેય ચેક કે એટેચમેન્ટ ડાઉનલોડ કરવા નહિ.
ઓનલાઇન ગેમ્સ
એકલતા, સ્વસન્માન પ્રયેત્નું નીચું સ્તર અને કિલનિકલ ડિપ્રેસનનો ભોગ બનેલી છોકરીઓ ખતરનાક ઓનલાઇન રમતોનો શિકાર આસાનીથી બની શકે છે. જે લાંબા ગાળે વ્યસનકારક સાબિત થાય છે. જે તેમને નુકશાન પહોંચાડી શકે છે. બ્લુ વ્હેલ અને તેના જેવી કેટલીક કુખ્યાત રમતો એવી છે જેમાં તેનો ઉપયોગ કરનાર સ્ત્રી પોતાના જીવનનો અંત આણી શકે છે આ બાબત જેટલી વ્યક્તિગત છે તેટલી જ સામાજિક છે.
સાયબર સ્ટોકિંગ
ઇન્ટરનેટના માધ્યમથી શિકારી તમારી અંગત માહિતી જાણી તમને હેરાન કરવા તથા પીછો કરવા સાયબર સ્ટોકિંગ કરે છે. તેમજ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. અંગત માહિતી ખાસ કરી સોશિયલ મીડિયા પર શેર કરવી જોઇએ નહી.
પિકચર મોર્ફીંગ
શિકારી સોશિયલ મીઠિયા પર મુકતા ફોટોગ્રાફ મેળવી તેને મોર્ફ કરી એટલે કે ફેસ અને નીચેના ભાગને મિકસ કરી નવો ફોટો બનાવી શકે છે. અથવા અન્ય વ્યક્તિ સાથે તમારો ફોટો જોડી શકે છે. આ ટેકનીકથી વ્યક્તિને બદનામ કરી બ્લેકમેલ કરી શકે છે. અંગત કારણોસર દુુશ્મન તમારો ગેરલાભ ઉઠાવી શકે છે. માટે તમારા ફોટા શકય હોય ત્યાં સુધી સોશિયલ મીડિયા પર ચડાવવા જોઇએ નહી.
પ્રોફાઇલ હેકિંગ
પ્રોફાઇલ હેકિંગ ત્યારે થાય છે જયારે સંભવિત ત્રાહિત વ્યક્તિ દ્વારા તમારી ઇમેઇલ અથવા સોશ્યિલ નેટવર્કિગ સાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. જે બાદમાં પાસવર્ડમાં ફેરફાર કરીને પ્રોફાઇલ હેક કરી લે છે.
કેમેરા હેકિંગ
કેમેરા હેકિંગ થાય છે જયારે કોઇ માલવેર ફોનમાં જાણ બહાર ડાઉનલોડ થઇ જાય છે ત્યારે કોઇની સમતિ વિના વ્યક્તિના ફોટાગ્રાફસ લેવામાં આવે છે. કેમેરા ગાર્ડસ વગરના મોબાઇલ ફોન આવી ગુનાહિત પ્રવૃતિઓ માટે જવાબદાર સાબિત થાય છે.
સોશિયલ ટ્રોલિંગ
સામાજિક ટ્રોલિંગએ કોઇ ઓનલાઇન કોમ્યુનિટીમાં કોઇ વ્યક્તિ અથવા સંસ્થા વિશેના ઉગ્ર અને આક્રમક સંદેશાઓ અથવા વિઝયુઅલ્સ પોસ્ટ કરવાનું છે. આવી પ્રવૃતિ કરનારનો ટ્રોલિંગના સબજેકટને પ્રત્યે ઉપદ્રવ ફેલાવવાનો સ્પષ્ટ હેતુ હોય છે.
જોબ કોલ લેટર
નોકરીની ઓફર કરતી વેબસાઇટ્સની હંમેશ સચ્ચાઇ અને પ્રમાણિકતા તપાસ કરવાની જરૂર છે. કોઇને પણ મેઇલનો જવાબ કે પ્રતિભાવ આપતા પહેલાં તેની ખરાઇ કરવાની જરૂર હોય છે. જયારે કોઇ કંપની કે વ્યક્તિ દ્વારા તમને વ્યક્તિગત ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવે છે.
નકલી મેટ્રીમોનીયલ (વૈવાહિક)પ્રોફાઇલ
લગ્નની કુંડળી જોઇને ભોળી છોકરીઓને ફસાવવા માટે છેતરપીડી કરનાર લોકો વૈવાહિક સાઇટસ ઉપર નકલી પ્રોફાઇલને રજીસ્ટર કરાવી શકે છે. ખોટી માહિતી અને નકલી પ્રોફાઇલ ફોટાની મદદથી તે કોઇપણ છોકરીને તેની પ્રામાણીકતા અને ઓળખના આધાર ઉપર વિશ્ર્વાસઘાત કરી શકે છે.
મોબાઇલ રીપેરીંગની દુકાન
જો એકવાર પણ ફોન કોઇના હાથમાં આવી જાય તો ફોનની ગેલેરીમાં રાખવામાં આવેલ ફોટાઓ અને વીડિયો કોઇપણ વ્યક્તિ પાસે પહોંચી શકે છે. મોબાઇલ રીપેરીંગ દુકાનમાં અપરાધી હોઇ શકે છે જે મોબાઇલમાં ઉપલબ્ધ ખાનગી ફોટા અને અન્ય ડેટા ચોરી કરી શકે છે. અને તે તેને વાયરલ કરી શકે છે અને તેનો ઉપયોગ બ્લેકમેઇલીંગ કરવા માટે પણ કરી શકે છે.
ફેક રીવ્યું
એક વેબસાઇટ કોઇ ગ્રાહકને કોઇ પ્રોડકટના વિશે ખોટો રીવ્યું આપીને છેતરી શકે છે. તે આકર્ષિત કરવાવાળા રીવ્યું દેખાડે છે. ગ્રાહકોને આકર્ષિત કરવા માટે પરફેકટ રીવ્યું આપવા માટે કહે છે. વધુ ડીસ્કાઉન્ટ આપતી પ્રોડકટ્સ વિશે એવું બતાવવામાં આવે છે કે તે પ્રોડકટ નકલી સાઇટની છે અથવા તો તે નુકશાન પહોંચાડી શકે છે.
જાતીય સતામણી માટે ફેક પ્રોફાઇલ
સાર્વજનીક રૂમ કે જયાં કપડા બદલવામાં આવતા હોઇ છે. ત્યાં કારીગરીથી કેમેરા લગાવવામાં આવે છે જેમાં ગુનાહીત ઇરાદાથી ઉપયોગકર્તાના ફોટા લઇ શકાય છે. આ ફોટાઓને સતામણીના ઇરાદાથી નકલી સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર અપલોડ કરી શકે છે.
લોભામણી સ્કીમ
પૈસા પડાવવા માટે બનાવવામા આવતી એવા પ્રકારની વિશ્ર્વાસઘાતવાળી છેતરામણી સ્ક્રીમનો ઉપયોગ ભોળા માણસો સાથે ઠગાઇ કરવા માટે થાય છે. આ સ્કીમમાં બહુ જ ઓછા પૈસા લગાવી વધારે પ્રમાણમાં વળતરની લાલચ આપીને લોકોને લલચાવવામાં આવે છે. આ પ્રકારના વિશ્ર્વાસઘાતથી પીડિત લોકો આવા ઠગાઇવાળા અને ખોટા વચનમાં ફસાઇને તેમનો સહેલાઇથી શિકાર બની જતા હોય છે.
એપ્લિકેશનોનું નેટવર્ક
ઇન્ટરનેટનો ઉપયોગ આપણે ઘણી બધી અદ્રશ્ય કિંમતો ચુકવીને કરવો પડતો હોય છે. આમાંથી એક છે, અનઅધિકૃત એપ્લિેકશનનો ઉપયોગ. આવી એપ્લિકેશનનો તમને તમારા ખાનગી ડેટા જેવા કે વિડિયો, ફોટાઓ તથા અન્ય મિડીયાના ઉપયોગની પરમીશન માગે છે. એકવાર તેની પરમીશન દીધા પછી તે તમારા ફોનમાં રહેલ તમારા ખાનગી ડેટા સુધી સહેલાયથી પહોંચી શકે છે. ઘણી વખત તેનો ઉપયોગ તમારૂ શોષણ કરવામાં પણ થઇ શકે છે.
જયુસ જેકીંગ
જયુસ જેકીંગએ સાયબર એટેકનો જ એક પ્રકાર છે. જે તમારા ચાર્જિગ પોઇન્ટ અને યુએસવી કનેકશન દ્વારા તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં પ્રવેશ કરે છે. આ એક માલવેર સોફટવેર છે. જે તમારા મહત્વના ડેટા અને માહિતીઓને હેકરો સુધી સહેલાયથી પહોંચાડી શકે છે. આના માટે સામુહિક જગ્યા પર લાગેલા ચાજિંગ પોઇન્ટ આસાન પ્લેટફોર્મ હોઇ છે.
વાઇ-ફાઇ હેકીંગ
વાઇ-ફાઇ હેકીંગએ બીનજરૂરી રૂપે વાયરલેસ નેટવર્કના સુરક્ષા પ્રોટોકોલને પ્રભાવિત કરી રહી છે. વાઇ-ફાઇનો ઉપયોગ કોઇપણ હેકર દ્વારા સૌથી આસાન માધ્યમ છે. વાઇ-કાઇ નેટવર્કનો નબળો પાસવર્ડ હોઇ હેકરને પોતાની આસપાસના વિસ્તારમાં વાઇ-ફાઇ કનેકશનમાં પ્રવેશ કરી ઠગાઇ કરવાની એક વિશેષ તક આપે છે.