રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વાત કરીએ તો, કોરોનાની મહામારીથી લોકોને બચાવવા માટે ધન્વંતરી રથ કાર્યરત છે. જેમાં ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે અને શહેરી વિસ્તારમાં પણ બે મળી કુલ ચાર ધન્વંતરી રથ ફરી ચૂકયા છે. લોકોના આરોગ્યની તપાસ દરમિયાન ડાયાબીટીસના ૨૯, બીપીના ૫૮, અન્ય તકલીફોના ૩૮, ટેમ્પરેચરના ૪ દર્દીઓ અને એસપીઓ૨ના ૩ દર્દીઓ સહિત ૪ ધન્વંતરી રથ દ્વારા ૪૫,૩૩૦ની વસ્તીને આવરી લેવામાં આવેલ છે.
આ ધન્વંતરી રથના માધ્યમથી લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળા, હોમિયોપેથિક આર્સેનિક આલ્બમ-૩૦ તેમજ સંમશની વટીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ક્ધટેનમેન્ટ ઝોન અને બફર ઝોનમાંથી આવતા દર્દીઓની સંપૂર્ણ સાવચેતી સાથે થર્મલ ગન દ્વારા પ્રાથમિક તપાસ અને પલ્સ ઓક્સિમીટરની ચકાસણી કરવામાં આવે છે. તેમજ બી.પી અને ગ્લુકોમીટરથી ડાયાબીટીસ પણ માપવામાં આવે છે. વધુમાં લોકોમાં જાગૃતિ કેળવાય તે માટે મેડીકલ ટીમ દ્વારા સાવચેતીના પગલારૂપે સેનેટાઈઝર, માસ્ક અને સોશ્યિલ ડીસ્ટન્સીંગનું મહત્વ પણ સમજાવવામાં આવે છે, તેમ જી.વી.મિયાણી, ઇન્સીડન્ટ કમાન્ડર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ધોરાજીની યાદીમાં જણાવાયુ છે.