જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે આવેલ કંકાવટી નદીના કિનારે હડિયાણા નામનું એતીહાસિક વર્ષો પૌરાણિક ગામ આવેલ છે. આ ગામનું પ્રાચીન નામ હરિપુર હતું.હાલમાં આ હરિપુર ગામનું નામ હડિયાણા છે. એક સમયે આ ગામ ઔદીચ્ય બ્રાહ્મણોની વસ્તીથી છલકાતું હતું. આ ગામ માં ઔદીચ્ય બ્રાહણોના આશરે ( ૩૫૦ )જેટલા ઘરો હતા. અને જ્યારે પણ બ્રાહ્નણ સમાજ ની નાત થતી હતી. ત્યારે આશરે (૪૨) મણ ચૂરમાના લાડવા બનાવવા માં આવતા હતા. હડિયાણા (હરિપુર) ગામના અથમણાં પાદરેથી કંકાવટી નામની નદી વહે છે. આ કંકાવટી નદીના કિનારે વસેલું આથમણી દિશાએ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર આવેલ છે. જ્યાં શિવજી બિરાજમાન છે. કંકાવટીના નીર વહે છે. તેના જ કિનારે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નું ભવ્ય શિવાલય આવેલ છે. આશરે ૬ ફૂટ ઊંચી આરસની ફરસબંધી પર મંદિરના ગગનચુંબી શિખરો અહીંથી પસાર થનાર કોઈપણ ને આકર્ષે છે.

આ શ્રી કાશી વિશ્વનાથના મંદિરનો અત્યંત પ્રાચીન શિલાલેખ અત્યારે ખવાઈ ને ભૂસાઈ ગયેલ છે. પરંતુ જેમાં ઇતિહાસ ગવાહ હોય છે. એમ જુના શિલાલેખ પરથી સો પ્રથમ વખત જીણોધાર સંવત ૦૫૭૭ માં રાજા ગોંડ પંડિત કાનાજી એ શિવાલય બનાવડાવ્યું હતું. આ શિલાલેખ થી સાબિત થાય છે. કે આ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ના મંદિર ખૂબ જ પ્રાચીન છે. આ શિલાલેખ સાચો માનવામાં આવે છે. તો આ મંદિર આજ રોજ એટલે કે હાલમાં સંવત ૨૦૭૬ શ્રહવણ સુદ એકમ ના દિવસે આશરે ( ૧૪૯૯)  વર્ષ પુરાણું છે. આટલું પૌરાણિક અને પ્રાચીન મંદિર આસપાસ ના કોઈ પણ વિસ્તારમાં હોય તેવુ જાણવા મળ્યું નથી. શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર પુરાતત્વ માટે સંશોધનનો વિષય બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.