કેલીફોર્નિયા યુનિવર્સિટીનાં સંશોધકોએ કદાવર ગ્રહને ‘નેપ્ટમુન’ નામ આપ્યું
ખગોળ શાસ્ત્રીઓને આપણા સૂર્યમંડળથી ૪૦૦૦ પ્રકાશવર્ષ દૂર તારામંડળ પાસે એક વિશાળ ગ્રહની શોધકરી તેમની તાકાતનો પરિચય કરાવ્યો છે. અમેરિકાની કોલંબીયા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા પ્રકાશથી ઝળહળતો ગ્રહ તારાની સામે કેટલેર સ્પેશ ટેલીસ્કોપ દ્વારા નિહાળ્યો હતો.
‘એકઝોમુન’ નામના ચંદ્રજેવા જ આ ગ્રહને તેમણે ઉંડો જતો નિહાળ્યો હતો જેને આ સંશોધકોમાંથી કેપ્લેર નામના વ્યકિતને સૌ પ્રથમ પુરાવો મળ્યો હતો.
સંશોધકોએ ૨૮૪ ગ્રહો નિહાળવાની અને ‘એકઝોમુન’ શોધવાનો ચોકકસ પ્રયત્ન કર્યો હતો. તેઓએ કેપ્લરને નવો વિજ્ઞાની ગણાવ્યો હતો.
સંશોધકોએ વધુમાં જણાવ્યું હતુ કે આ પ્રકારનો ગ્રહ ગૂ‚ કરતા થોડો મોટો અને ૪,૦૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલો હોવાનું જાણવા મળ્યું છે. આ ગ્રહ પર ચંદ્ર જેવું જ વાતાવરણ ધરાવે છે. તેમજ તે નેપ્ચુન જેટલું કદ ધરાવે છે. સંશોધકોની આ ટીમે તેને ‘નેપ્ટમુન’નું નામ આપ્યું હતુ.
સંશોધકો દ્વારા હજુ એપણ સંશોધન હાથ ધરવામાં આવનાર છે. કે આ નવા ચંદ્ર પર ખરેખર જીવન માટે શકયતા છે કે કેમ? સ્પેશ ટેલીસ્કોપ દ્વારા આગામી ૨૯મી ઓકટોબરે ખાસ નિહાળવામાં આવશે.