ગોંડલ સંઘાણી સંપ્રદાયની સેવાકીય પ્રવૃતિને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઇ
ગોંડલ શ્રી સંઘાણી સંપ્રદાયના પૂજ્ય નરેન્દ્ર મુનિ મ.સા.ની ૧૦મી પૂણ્યતિથિ નિમિતે શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ દ્વારા રાજકોટ અને ગોંડલના ૮૦૦ જેટલા જૈનોને રૂ.૫૦૦૦નું અનુદાન કરવામાં આવ્યું હતું.
આ તકે સંઘાણી સંપ્રદાયના સેવાકીય કાર્યોને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂ પાણીએ જણાવ્યું હતું કે, શ્રી સંઘાણી સંપ્રદાયના પૂજ્ય નરેન્દ્ર મુનિ મ.સા.ની ૧૦મી પૂણ્યતિથિ નિમિત્તે શ્રી શાલીભદ્ર સરદારનગર શ્રી જૈન સંઘ દ્વારા રાજકોટ અને ગોંડલમાં વસતા સર્વે જૈન સાધર્મીક ૮૦૦ જેટલા બંધુઓને તેમના ખાતામાં રૂ ા.૫૦૦૦ની રકમ જમા કરાવીને અનુમોદનીય કાર્ય કર્યું છે. જૈન સમાજ જીવમાત્રના સુખનો વિચાર કરે છે. પોતાની પાસે રહેલી સંપતિ દાન અને પુણ્યના કાર્યોમાં ઉપયોગ થાય તે માટે સદૈવ જૈન સમાજ તત્પર રહે છે. સંપતિના સત્ કાર્યમાં ઉપયોગની બાબત પણ પ્રેરક છે. જૈન સમાજે ક્યારેય પણ કોઈ પાસેથી માગવાની નહી પણ હમેશા બીજાને આપવાની વૃતિ રાખી છે. તમામ જીવ પ્રત્યે સંવેદના, કરૂ ણા, પ્રેમ એ જ સાચો માનવ ધર્મ છે અને આપણું જીવન માનવ કલ્યાણને સમર્પિત છે. ‘હુ સુખી તો સુખી આપણે’ એવા સનાતન ભાવથી જરૂ રિયાતમંદ પરિવારોને એમના પરિવારજનોને મદદરૂ પ થવાનો આ ભાવ ભગવાન શ્રી મહાવીરના સર્વ જીવ કલ્યાણના ઉપદેશને આત્મસાત કરે છે. અજયભાઈ શેઠ અને શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ વોરા અને તેમની ટીમે આ અગાઉ લોકડાઉનના સમયમાં પણ અનેકવિધ સંસ્થાઓને અનાજ ઉપરાંત સાધર્મિક બંધુઓને પણ લગભગ ૩૦૯૯ જેટલી રાશન કીટનું વિતરણ કર્યું હતું. આ અનુમોદનીય કાર્ય બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપુ છું, ધન્યવાદ આપુ છું.