આરતી સમયે મોર આવે છે
૪૦૦ વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ મંદિરને બ્રિટીશ શાસન દરમિયાન તોડવાના પ્રયત્નો અસફળ રહ્યા હતા: શંખના નાદ અને મોરના ટહુકાથી આરતીની શરૂ આત થાય છે
રાજકોટ એટલે નછોટીકાશીથ અહી શેરી ગલીઓમાં પણ નાના-નાના મંદિરો સાથે રાજકોટનાં જન્મ પહેલાના પૌરાણિક મંદિરો આવેલા છે. શ્રાવણ મહિને દેવ-દર્શનનો અનેરો મહિમા છે. અહીંના લોકો ધર્મપ્રેમી સાથે ઉત્સવ પ્રેમી છે.
રાજકોટ વસ્યા પહેલા આજથી ૪૦૦ વર્ષ પહેલા જંકશન વિસ્તારમાં આવેલ નકોઠી કમ્પાઉન્ડથમાં આવેલ કોટેશ્ર્વર મંદિર ભકતનોનું આસ્થા કેન્દ્ર છે. આ મંદિરનાં ઈતિહાસ અંગે લોકવાયકા એવી છેકે અંગ્રેજ શાસન કાળ દરમ્યાન તેને તોડવાના પ્રયત્નો કરાયા હતા જે અસફળ રહ્યા હતા આ ઘટના બાદ ભકતજનોની શ્રધ્ધામાં વધારો થવા લાગ્યો. હાલ શ્રાવણી પર્વ પૂજન-આરતી સાથે વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાય છે. કોરોના ઈફેકટના કારણે માસ્ક ફરજીયાત સાથે સામાજીક અંતરથી દર્શનાર્થીઓ માટે અનેરી વ્યવસ્થા કરી છે.
ખાસ આ મંદિરની વિશેષતા છે કે સવાર સાંજ આરતી સમયે મોર અચૂક આવી જાય છે. શંખનાદ સાથે મોરના ટહુકાથી જ આરતીનો પ્રારંભ થાય છે. આ વિસ્તારમાં તેની સંખ્યા વધુ જોવા મળે છે. મોટા ઘટાદાર વૃક્ષો સાથે કુદરતી વાતાવરણમાં કોટેશ્ર્વર મહાદેવ મંદિર આવેલું છે.
દૂધ-મધ-પંચામૃત-શેરડીના રસથી શિવલીંગ પર અભિષેક કરાય છે. શિવરાત્રીએ રાત્રે ૧૨ વાગે પૂજા આરતી પણ કરાય છે. શ્રાવણમાં કેદારનાથનો રૂનો પહાડ બનાવીને ફૂલથી શણગાર કરાય છે. આ દિવસે મહાપ્રસાદનું આયોજન થાય છે. ખાસ શિવરાત્રીએ કોઈપણ જાતનું દાન સ્વીકારાતુ નથી આ મંદિરની સ્થાપના બાદ કોટેશ્ર્વર મહાદેવની સ્થાપના થઈ હોવાનું જાણવા મળે છે.
અત્યારે કોરોના મહામારીને લઈને સરકારના નિયમો અનુસાર ફરજીયાત માસ્ક પહેરીને જ પ્રવેશ સાથે હાથ પગ ધોઈને જ પ્રવેશ અપાય છે. જેને માટે મંદિરમાં બહાર તમામ સુવિધા કરવામાં આવી છે. શ્રાવણ માસમાં ૧૦૮ માળાનાં નઓમ નમ: શિવાયથના જાપ અને ભકતો દ્વારા ભજન કિર્તનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. મંદિર દ્વારા લોકડાઉનમાં અને હાલમાં પણ જરૂ રિયાત મંદોને નરાશનકીટથ વિતરણ કરવામાં આવે છે.