‘વર્લ્ડ આઇવીએફ-ડે’પર નિ:સંતાન દંપતિઓને સંકોચ અને ગેરમાન્યતાઓ છોડીને આઇવીએફની મદદથી સંતાનની પ્રાપ્તિ કરવા સૌરાષ્ટ્રના જાણીતા આઇવીએફ નિષ્ણાંત ડો. સંજય દેસાઇની અપીલ
નિ:સંતાનપણાની તકલીફથી વિશ્ર્વમાં હજારો લોકો ઝૂઝી રહ્યા છે. લાંબા સમયથી આ સમસ્યાના હલ માટે પ્રયાસો થતા આવતા હતા ત્યારે નિ:સંતાનપણા માટે એકમાત્ર સચોટ ઇલાજ આઇવીએફ હોવાનું નિષ્ણાંત ડોક્ટરોનું માનવું છે. આજે વર્લ્ડ આઇવીએફ ડે છે ત્યારે ‘અબતક’ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના જાણીતા આઇવીએફ નિષ્ણાંત ડો. સંજય દેસાઇ સાથે આઇવીએફને લગતા વિવિધ મુદ્દે ચર્ચા થઇ હતી જેમાં નિ:સંતાન દંપતિઓના સંકોચ અને ગેરમાન્યતાઓને છોડીને આઇવીએફની મદદથી સંતાન પ્રાપ્તી કરવા આગળ આવવું જોઇએ તેવી અપીલ પણ ડો. સંજય દેસાઇએ કરી હતી.
- પ્રશ્ર્ન : વર્લ્ડ આઇ.વી.એફ ડે ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય શું છે?
જવાબ: રપ જુલાઇ ૧૯૭૮ માં સૌ પ્રથમ આઇ.વી.એફ. નું અનુકરણ થયેલું ત્યારથી જ રપ જુલાઇએ વર્લ્ડ આઇ.વી.એફ. ડે તરીકે ઉજવવામાં આવે છે.
- પ્રશ્ર્ન : આઇ.વી.એફ માં નિસંતાન પણાનો ઉપચાર કેવી રીતે કરવામાં આવે છે?
જવાબ: આઇ.વી.એફ એટલે ટેસ્ટ ટયુબ બેબી જે પ્રચલીત નામ છે. સૌ પ્રથમ આઇ.વી. એફ. ના ગર્ભ બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે જેમાં લેબોરેટરીમાં કાચની ટયુબની અંદર સ્ત્રીબીજ અને શુક્રાણુ મૂકીને કરવામાં આવે છે તેને ટેસ્ટ ટયુબ બેબી કહેવામાં આવે છે આજે પણ આઇ.વી.એફ. કરતાં ટેસ્ટ ટયુબ બેબી ખૂબ પ્રચલીત નામ છે. સારવારના પણ અલગ અલગ તબકકા હોય છે અને દરેક કેેસ પ્રમાણે અલગ જરુરીયાતો હોય છે. ગર્ભ બનવાની પ્રક્રિયા બહેનોના શરીરમાં કુદરતી રીતે જોઇએ તો અંડાશયમાંથી સ્ત્રીબીજ છુટુ પડવું અને છુટા પડેલા સ્ત્રીબીજ સાથે પુરૂ ષના વીર્યમાં લાખોની સંખ્યામાં શુક્રાણુ હોય તેમાંથી કોઇ એક શુક્રાણુ જોડાઇ જાય અને તેમાંથી ગર્ભ બનવું આ પ્રક્રિયા બહેનોના શરીરમાં થતી હોય છે પણ કોઇ સંજોગોને કારણે આ પ્રક્રિયા કુદરતી રીતે શકય ન બને અને પ્રાથમીક સારવાર લીધા પછી પણ શકય ન બને ત્યારે બહેનોના અંડાશયમાંથી સ્ત્રીબીજને બહાર લેબોરેટરીમાં લઇએ છીએ. પુરૂ ષ વીર્યને લેબોરેટરીમાં લઇ તેમાંથી સારા શુક્રાણુ શોધી. સ્ત્રીબીજ અને શુક્રાણુ ને ફલણીકરણની પ્રક્રિયા એમ્બ્રીયોલોજીસ્ટ દ્વારા કરવામાં આવે છે જેને અમારી ભાષામાં ઇકસી એટલે કે ઇન્દ્રા સાઇકટોપ્લાઝમીક સ્પર્મ ઇન્જેકશ નામની પ્રક્રિયાથી ગર્ભ બનાવવાની પ્રોસેસ કરવામાં આવે છે. આમાં જે ગર્ભ બને તેને માતાના ગર્ભાશયમાં યોગ્ય બ્લડ સર્કયુલેશન હોય ત્યારે ત્યાં સ્થાપીત કરવામાં આવે છે. અને તે ગર્ભ ત્યાં ૯ મહીના સુધી વિકાસ થાય અને દંપતિને બાળકરૂ પી ફળ મળે છે આ સમગ્ર પ્રક્રિયાને ટેસ્ટ ટયુબ બેબી કહેવામાં આવે છે.
- પ્રશ્ર્ન : નિસંતાનની ઘણી સારવાર ઉપલબ્ધ છે તેમાં આઇ.વી.એફ. બધાથી અલગ કઇ રીતે?
જવાબ: નિસંતાનપણાની સારવારમાં પણ બે પ્રકારની સારવાર છે એક નેચરલ સારવાર અને બીજી ટેસ્ટ ટયુબ બેબીની સારવાર નેચરલ સારવાર એટલે સ્ત્રીબીજ છુટુ પાડવા બહારથી દવાઓ તથા ઇન્જેકશન આપવા અને દંપતિ ને ગર્ભ રહેવાની શકયતા વધારે છે તે સમજાવામાં આવે છે અને તે સમય સાંચવી લે અને ગર્ભ બનવાની પ્રક્રિયા કુદરતી રીતે થાય તેને નેચરલ સારવાર કહેવામાં આવે છે. ટેસ્ટ ટયુબ બેબીની સારવારની વાત કરીએ તો તેમાં શુક્રાણુ ને સ્ત્રીબીજ બહાર લઇને કુદરત ઉપર ન છોડી અને ગર્ભ બનાવવાની પ્રક્રિયા કરવી ગર્ભ બનવાનું અને ગર્ભ મુકવાની તમામ પ્રક્રિયા આપણે હાથમાં લઇએ તેને ટેસ્ટ ટયુબ બેબીની સારવાર કહેવામાં આવે છે.
- પ્રશ્ર્ન : આઇ.વી.એફ. ની શોધ કોણે કરી અને પ્રચલીત થવા પાછળનું કારણ શું?
જવાબ: ૧૯૭૮ માં બે વૈજ્ઞાનિકો દ્વારા ટેસ્ટ ઠયુબ બનાવી અને ગર્ભ માતાના ગર્ભાશયમ મૂકયો અને બાળકનો જન્મ થયો. ૧૯૭૮ થી ૨૦૦૦ ની સાલ સુધી ટેસ્ટ ટયુબ બેબીની સારવાર પ્રચલીત ન હતી આપણા સમાજમાં વાંઝીયાપણું અળખામણાપણુ અને અપશુકન ગણાતું જેથીલોકો જાહેરમાં આવતા ન હતા. ૧૯૯૫ પછી વૈજ્ઞાનિકના સંશોધન થયા પછી લોકો પોતાની તકલીફ ને વર્ણવા તૈયાર થયા અને છેલ્લા ર૦ વર્ષથી ટેસ્ટ ટયુબ બેબીની સારવારમાં વધારો જોવા મળ્યો હાલમાં વૈજ્ઞાનિકો દ્વારા સુધારા અને ટેકલોલોજીને લીધે ગર્ભ સ્ટોરેજ, ગર્ભનું એનાલીસીસ શકય બન્યું જેથી લોકો સામાજીક બંધનો દૂર કરી દવાખાના સુધી પહોચતા થયા જેને લીધે આઇ.વી.એફ. સારવાર ખુબ પ્રચલીત થઇ છે.
- પ્રશ્ર્ન : આઇ.વી.એફ. અંગે લોકોમાં ગેરમાન્યતા હોય છે કે વીર્ય બીજાનું હોય છે વગેરે તો તેમાં શું વાસ્તવિકતા હોય છે.
જવાબ: જયારે કોઇ યુગલ આવે ત્યારે બહેનમાં સ્ત્રીબીજનો જથ્થો નથી કે પુરૂ ષના વીર્યમાં શુક્રાણુનો જથ્થો નથી એવું નિદાનમાં આવે ત્યારે અમારા દ્વારા કપલ ને કહેવામાં આવે છે તે સમસ્યા વિશે પછી દંપતિ પોતાની માનસીક રીતે તૈયાર થાય કે શુક્રાણુ અથવા સ્ત્રીબીજ જરૂ ર પડે બહારથી લેવામાં કોઇ વાંધો નથી ત્યારે ગર્ભ બનાવવાની પ્રક્રિયા થાય છે કોઇપણ કપલની જાણ બહાર સ્ત્રીબીજ કે શુક્રાણુ ને બહારથી લઇને ગર્ભ બનાવવામાં આવતો નથી. દર ૧૦૦ માંથી ૬૦ કપલમાં પોતાના સ્ત્રીબીજ અને શુક્રાણુ દ્વારા જ બાળકનો જન્મ થાય છે. બાકીના ૪૦ કેસમાં બહારથી શુક્રાણુ કે સ્ત્રીબીજ લેવાની જરૂ ર પડે છે અને તેની જાણ પણ પહેલેથી દંપતિને કરવામાં આવે છે અને જેમની સંમતિ સાથે જ કાર્ય થાય છે.
- પ્રશ્ર્ન : વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ વધી છે તો આઇ.વી.એફ. માં સફળતાનો રેશીયો કેટલો?
જવાબ: આઇ.વી.એફ. માં ચોકસાઇ ખૂબ મહત્વની છે દર્દીઓના સ્ત્રીબીજ કે શુક્રાણુ સારી ગુણવતાના પસંદ કરેલા હોય છે. અને ગર્ભ બન્યા પછી ગર્ભાશયમાં મૂકવા માટે તંદુરસ્તીની તપાસ થાય પછી જ મૂકવામાં આવે છે. વૈજ્ઞાનીક રીતે કહી શકાય કે ૭૫ ટકા જેટલા કેસ આઈ.વી.એફ. દ્વારા સફળ થાય છે.
- પ્રશ્ર્ન : નિસંતાનપણાનો સચોટ ઈલાજ આઈ.વી.એફ.ને કહી શકાય?
જવાબ: હા આપણા દેશમાં ૨૫ ટકા લોકોને વંધ્યવત્વની મુશ્કેલી હોય છે. તેના મુખ્ય કારણોની વાત કરીએ તો લોકો પોતાની કારકીર્દી પાછળ દોડતા હોય છે અને લગ્ન જીવન મોડો શરૂ કરે છે. સાથે સાથે લોકોનું જીવન ચિંતાજનક બન્યું છે. જેથી શારીરીક સમય નથી સચવાય શકાતો અને ટેન્શન પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જેથી વંધ્યવત્વના કેસ વધી રહ્યા છે. ત્યારે વૈજ્ઞાનીક કે આઈ.વી.એફ. દ્વારા નિસંતાનપણુ દૂર કરવામાં આવે છે.
- પ્રશ્ર્ન : વર્તમાન સમયમાં કોરોના બીમારી ચાલી રહી છે તો આ સમયે આઈ.વી.એફ. ટ્રીટમેન્ટ કરાવી કેટલી યોગ્ય?
જવાબ: ગર્ભાવસ્થા એ રાગે પ્રતીકારક શકીત ઘટાડવાનું એક પરીબળ છે. જેથી કોરોના થવાની શકયતા વધારે હોય છે. કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે માર્ચ મહિનામાં ઘણા દર્દીઓ દ્વારા એવું પણ કહેવામાં આવેલુ કે કોરોના બીમારી જાય પછી જ સારવાર માટે આવશે પણ હવે લોકો કોરોના દરમ્યાન પણ કાળજી સાથે સારવાર કરવા માગે છે ત્યારે સલામતી સાથે આઈ.વી.એફ.ની સારવાર કરવી પડશે. કારણ કે કોરોના જવાની રાહ જોઈએ તો સફળતાનો કિંમતી સમય જતો રહેવાનો ડર છે.
- પ્રશ્ર્ન : તમે જામખંભાળીયાથી ગાયનેકોલોજીસ્ટ તરીકે કારકીર્દીની શરૂ આત કરી અને રાજકોટ આવી આઈ.વી.એફ. સારવાર તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું તેની પાછળનો ઉદેશ શું છે?
જવાબ: વર્ષ ૧૯૯૭માં જામખંભાળીયામાં ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રાઈવેટ પ્રેકટીસ શરૂ કરી હતી ત્યારથી ૨૦૧૩ સુધીનો સમય જામખંભાળીયામાંજ પસાર કર્યો ત્યાં આજુબાજુના તાલુકામાં હું એક જ ગાયનેક ડોકટર હતો અને દિવસ રાત ઘણા લોકોને સારવાર આપી અને મારી હોસ્પિટલમાં લગભગ ૨૫૦૦૦ બાળખોએ જન્મ લીધો છે. ૨૦૧૩માં આગળ વધવાના જુસ્સા સાથે અને કંઈક અલગ કરવાના ઉદેશથી રાજકોટ આવ્યો હતો. જામખંભાળીયામાં મારી પાયલ મેટેનીટી હોસ્પિટલ ૨૦૧૪ સુધી કાર્યરત હતુ. અત્યારે ૩ ગાયનેક ડોકટર ૧ જનરલ સર્જન ૧ સોનોગ્રાફીના સ્પેશ્યાલીસ્ટ સાથે પાયલ મેટેનીટી હોસ્પિટલમાં એક અલગ હોસ્પિટલ બનાવી કામ કરી રહ્યા છે. અને છેલ્લા પાંચ વર્ષથી વિંગ્સ આઈ.વી.એફ. હોસ્પિટલ પણ શરૂ કરી છે.
- પ્રશ્ર્ન : પાયલ મેટેનીટી હોસ્પિટલમાં હવે કામીની ગર્ભ સંસ્થા કેન્દ્ર કાર્યરત છે તેની શું વિશેષતાઓ છે?
જવાબ: એલોપેથી અને આયુર્વેદીકનું સમન્વય એક જ જગ્યાએ હોય તેવું સૌરાષ્ટ્રનુય એક માત્ર હોસ્પિટલ છે. જરૂ ર પડે ત્યારે વેન્ટીલેટર અને બીજા સાધનો પણ રાખવામાં આવ્યા છે. આયુર્વેદીક ડીપાર્ટમેન્ટ કામીની ગર્ભસંસ્થા કેન્દ્ર છે. તે એવું આયુર્વેદીક ડીપાર્ટમેન્ટ છે. જેમાં બહેનોને લગતી કોઈપણ સમસ્યાનો ઉકેલ આયુર્વેદ દ્વારા કરવામાં આવે છે. તેમાંની એક સારવાર ગર્ભ સંસ્કાર છે. જે ગર્ભાવસ્થા દરમ્યાન એક પ્રકારનું ભણતર છે.જયારે ગર્ભ બને ત્યારથી બાળકનું ઘડતર ચાલુ થઈ જાય છે. ગર્ભ બનવાની પ્રક્રિયામાં સંસ્કારનું સીંચન કરવું તેના માટેની સારવાર એટલે ગર્ભ સંસ્કાર પાયલ મેટેનીટી હોસ્પિટલમાં જ ગર્ભ સંસ્કારનું કેન્દ્ર રાખવામાં આવ્યું છે.
- પ્રશ્ર્ન : વર્લ્ડ આઈ.વી.એફડેનિમિતે આપ લોકોને શું સંદેશો આપશો?
જવાબ: લોકોનું વંધ્યત્વ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ટાળી શકાય તેવું છે તો સારવાર કરાવવી જોઈએ અમે ૨ ડીસેમ્બર મહિનામાં સેશન રાખીએ છીએ જેમાં વારંવાર ટેસ્ટટયુબ બેબીની સારવારમાં નિષ્ફળ રહેલા દર્દીઓને અમારી હોસ્પિટલે આવવાનું કહેવામાં આવે છે. અને વિજ્ઞાનના લીધે વંધ્યત્વ ને દૂર કરવા અમે પ્રતિબધ્ધ છીએ. લોકોને એટલું જ કહેવા માગીશ કે સામાજીક વિચારોથી દૂર રહો અને વિજ્ઞાન અને ટેકનોલોજીથી પોતાનું વંધ્યવત્વ દૂર કરવાના પ્રયત્નો કરો.