રીક્ષા ચાલકો, નાના ધંધાર્થીઓને લોન પણ મળતી નથી

સુરેન્દ્રનગર જિલ્લા રીક્ષા એસો.ની મુખ્યમંત્રીને રજુઆત

ગુજરાતના રીક્ષા ચાલકોને પ હજાર કરોડના પેકેજમાં સમાવવા માંગ થઇ છે આ પેકેજમાં સમાવવામાં નહી આવે તો આંદોલન છેડવાની રીક્ષા ચાલકોએ ચીમકી આપી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના શ્રી કટ્ટી પરિશ્રમ રીક્ષા એસોસિએશનના પ્રમુખ ગીરીરાજસિંહ ઝાલાએ રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે રર માર્ચ પછી ૬૦ લોકડાઉન કેન્દ્ર સરકારે જાહેર તેનું અમલીકરણ પુરેપૂરો સહકાર આપ્યો બે માસથી શ્રમ રોજગારો કોઇપણ કામ ધંધા વગર ઘરે બેઠા ત્યારે  શ્રમજીવી માટે પ૦૦૦ કરોડ રૂપિયાની જાહેરાતો કરી તેની માંગણી ફોર્મમાં બે સરકારી જામીનો અને અન્ય ડોકયુમેન્ટ રીક્ષા કે લારી જીલ્લાના છૂટકે વેપારઓ માહીતી પુરી આપી શકાય તેમ નથી એ ઉપરાંત સહકારી બેંકોએ બહાર લોન નહી આપવા આવે તેવા બોર્ડ મારી દીધા ત્યારે શ્રમ કામદારો દરરોજ એકબીજી બેંકોમાં ધકકા ખાતા રહ્યા ત્યારે કામદારોમાં સરકાર ઉપરથી વિશ્ર્વાસ ઉઠી ગયો.

શ્રમજીવી બેરોજગાર બની ગયો અને ગરીબ લોકોને મજાક ઉડાવી છે ત્યારે રીક્ષાચાલકોએ યુનિયન સમક્ષ રજુઆત કરી તાત્કાલીક ધોરણે મીટીંગ યોજી હતી. ૩૦ દિવસમાં સહાય ચુકવાનું મુખ્યમંત્રી સમક્ષ આ પત્ર દ્વારા રજુઆત કરીને ગુજરાતના તમામ રીક્ષા ચાલક, લારી ગલ્લા પાથરણાવાળા નાના વેપારીઓ માટે માંગ થઇ છે.

આ રજુઆતને ઘ્યાનમાં નહી લેવામાં આવે ના છુટકે રોડ ઉપર આવીને પ્રમુખ ગીરીરાજસિંહ ઝાલા, જાફર ઠાસરીયા, રાણાભાઇ, મુસ્તાફ મલીક, રમઝાન ઠાસરીયા, ભુવાભાઇ બસીરખાન પઠાણ સમા, અન્ય આગેવાનોએ આંદોલનને જલદ બનાવાશે તેમ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.