સુંદર દેશ ભકિત ફિલ્મના સર્જકનો આજે જન્મદિવસ છે શહિદ-ઉપકાર-રોટી કપડા ઔર મકાન-પૂરબ ઔર પશ્ર્ચિમ જેવી ફિલ્મો બનાવીને ‘ભારતકુમાર’ બિરૂ દ મેળવ્યું હતું
બોલીવુડના જાણીતા નિર્માતા-નિર્દેશક મનોજકુમારનો આજે જન્મ દિવસ છે. આજે ૮૪ વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. તેમણે હરિયાલી ઔર રાસ્તા, હિમાલય કી ગૌદમે, ઉપકાર, પથ્થર કે સનમ, નીલકમ, સન્યાસી, રોટીકપડા ઔર મકાન, બેઈમાન, પૂરબ ઔર પશ્ર્ચિમ જેવી શ્રેષ્ઠ ફિલ્મમાં અભિનય આપ્યો છે. તેઓ દેશભકિતને લગતી વધુ ફિલ્મો બનાવતા તેથી ઉપકાર-ક્રાંતિ જેવી ફિલ્મો નિર્માણ કરીને ચાહકોનાં દિલ જીત્યા હતા. તેથી તેણે ‘ભારત કુમાર’ ઉપનામ મળ્યું હતુ.
મનોજકુમારનું ફિલ્મ પહેલાનું નામ હરિકિશનગીરી ગૌસ્વામી હતુ. તેમનો જન્મ ૨૪ જુલાઈ ૧૯૩૭માં અબોટાબાદ પાકિસ્તાનમાં થયો હતો. તેમની ફિલ્મ કારકિર્દીના સક્રિય વર્ષો ૧૯૫૭ થી ૧૯૯૫ રહ્યા હતા.
મનોજકુમારને તેની શ્રેષ્ઠ કામગીરી માટે ૧૯૯૨માં પદ્મશ્રી એવોર્ડને ૨૦૧૬માં તેમને સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત કરાયા હતા.
૧૯૬૦ના ગાળા સુંદર રોમેન્ટીક ફિલ્મોમાં હનીમૂન, અપના બના કે દેખો, નકલી નવાબ, પથ્થર કે સનમ, સાવની ઘટા, શાદી, ગૃહસ્થી, અપને હુએ પરાયે, આદમી, અનીતા, વહ કૌનથી જેવી સુપર ડુપર હિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
દેશભકત નાયકના રૂ પમાં તેમની છબી ૧૯૬૫માં ફિલ્મ શહિદથી શરૂ થઈ હતી. બાદમાં ‘જય જવાન-જય કિશાન’ના નારા સાથે ઉપકાર’ ફિલ્મ બનાવી હતી, જે એ જમાનામાં ૧૯૬૭ની શ્રેષ્ઠ ફિલ્મ હતી. પછી તેણે ૧૯૭૦માં પૂરબ ઔર પશ્ર્ચિમ ફિલ્મ બનાવી હતી.
મનોજકુમારનો ૧૯૭૦ થી ૧૯૭૬ સુધી સિતારો રહ્યો જેમાં ‘રોટી કપડા ઔર મકાન’ (૧૯૭૪) ૧૯૭૫માં સન્યાસીને દશનંબરી (૧૯૭૬)માં બનાવી હતી, બાદમાં તેણે ૧૯૮૧ ‘ક્રાંતિ’ ફિલ્મ પણ બનાવી હતી.
તેમના પુત્ર કૃણાલ ગૌસ્વામીને ચમકાવવા માટે ૧૯૯૯માં જયહિન્દ- ફિલ્મ બનાવી આ અગાઉ તેણે કલયુગકી રામાયણ, કર્લાક, જેવી ફિલ્મો બનાવી હતી તેમણે ૪૦ વર્ષની લાંબી ફિલ્મ કેરીયરમાં અસંખ્ય ફિલ્મોમાં અભિનય કરીને લોકહૃદયમાં ચાહના મેળવી હતી. ૧૯૯૯માં તેમને ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ’ એવોર્ડથી સન્માનીત કરાયા હતા.
૨૦૦૪માં ચૂંટણી માહોલમાં તેઓ રાજકારણમાં પણ જોડાયા હતા. તેમના પત્ની શશી ગૌસ્વામી સારા લેખીકા છે. પુત્રો વિશાલ ગાયક કલાકારને કૃણાલ અભિનેતા તરીકે કિસ્મત અજમાવી ચૂકયા છે. મનોજકુમારના ભાઈ રાજીવ ગૌસ્વામી પણ ફિલ્મ ક્ષેત્રે આવ્યા હતા.
૧૯૫૭માં આવેલી મનોજકુમાર ‘ફેશન’ ફિલ્મ પહેલી ફિલ્મ હતી ત્યારબાદ લગભગ દર વર્ષે તેમની એક બે હિટ ફિલ્મોમાં કાંચકી ચુડિયા, હરિયાળી ઔર રાસ્તા, ડો. વિદ્યા, શાદી, બનારસી ઠગ જેવી ફિલ્મો દર્શકોએ વધાવી હતી. ૧૯૭૭માં અમાનતને ૧૯૮૧માં આવેલી ક્રાંતિ ફિલ્મ બાદ તેઓ ફિલ્મી પડદાથી દૂર થઈ ગયા હતા. ૧૯૭૨માં ‘શોર’ ફિલ્મ ખૂબજ ચર્ચાસ્પદ રહી હતી જેના ઈક પ્યાર કા નગ્મા જેવા હિટ ગીતો હતા. વહ કૌનથી , દોબદન જેવી ફિલ્મોનાં શ્રેષ્ઠ ગીતો આજે પણ જૂના ગીતના ચાહકો યાદ કરે છે.