ગુજરાતના ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે,ગુજરાત માં ઘણા ઐતિહાસિક ઇમારત અને મંદિર છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ઐતિહાસિકના સમયમાં ઘણા મંદિરનું નિર્માણ થયેલા છે.
સોમનાથ, દ્વારકા જેવા મંદિર ગુજરાતમાં આવેલા છે. તો ચાલો આજે આપણે એક એવા મંદિરની વાત કરીએ જે ભોવ ઓછા ને ખ્યાલ હશે.નવલખા મંદિર આજે આપણે આ મંદિરની વાત કરશું.
નવલખા મંદિર ગુજરાતના પોરબંદરથી થોડે દૂર 40-45 કિલો.મી ઘૂમલી ગામડા માં આવેલું છે.
મંદિર સૂર્ય દેવ માટે બંધાવેલું છે. નવલખા મંદિર 11મી સદીમાં જેઠવાના રાજમાં બંધાવેલું છે.ઉનાળામાં આ મંદિરમાં ખુબજ તાપ લાગે છે તેથી લોકો ઓક્ટોમ્બરથી ફેબ્રુઆરીમાં જવાનું પસંદ કરે છે.આ સમય લોકોને તાપ લેવો ગમે છે અને સાથે મંદિરની સુંદરતા ખુબજ સુંદર લાગે છે.
મંદિરની વિશેતા:
ગુજરાતનું સૌથી જૂનું મંદિર ગણવામાં આવે છે જેની સુંદરતા વિશ્વમાં પ્રખ્યાત છે. મંદિરની બીજી વિશેષતાએ છે મંદિર જ્યારે બાંધવામાં આવ્યું ત્યારે એ સમય રૂ. 9 લાખમાં બંધાનું હતું તે માટે આ મંદિરનું નામ નવલખા રાખેલું છે.જે લોકો ઇતિહાસ પ્રેમી છે અને આરકીટેક્ચર માં રસ ધરાવતા હોય તે લોકોએ અચૂક મંદિરની મુલાકાત લેવી જોઈ.