રૈયારોડ, ગંગોત્રી પાર્ક પાછળ, આવકાર સોસાયટી, એ.જી. ચોક અને મવડીમાં ઝુંપડા, ફેન્સીંગ, ઓરડી, દુકાનો, મકાન અને ટોયલેટ પર બુલડોઝર ફેરવી દેવાયું: સામાંકાંઠે પણ મંદિર તથા બે સોસાયટી વચ્ચેની દિવાલ તોડી પડાઇ
મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલના આદેશના પગલે આજે મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરનાં ચાર વોર્ડમાં અલગ અલગ વિસ્તારોમાં ટીપીના અનામત પ્લોટ તથા ટીપીના રોડ પર ગેરકાયદે ખડકાયેલા બાંધકામો દૂર કરવા ડિમોલીશન હાથ ધયુર્ંં હતુ. જેમાં મકાન, દુકાનો, ઝુપડા, ટોયલેટ અને ફેન્સીંગ સહિત ૧૪ બાંધકામો પર બુલડોઝર ફેરવી રૂા.૪૨.૭૨ કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતુ કે આજે વેસ્ટઝોન કચેરીની ટીપી શાખા દ્વારા વોર્ડ નં.૯,૧૦,૧૧ અને ૧૨માં ટીપીના અનામત પ્લોટ તથા ટીપી રોડ પર ખડકાયેલા દબાણો દૂર કરવા હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં ૬૩૮૮ ચોરસ મીટર જમીનમાં ખડકાયેલા દબાણો દૂર કરી રૂા.૪૨.૭૨ કરોડનીજમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. વોર્ડ નં.૯માં ટીપી સ્ક્રીમ નં.૪ (રૈયા)માં ફાઈનલ પ્લોટ નં. ૭૬૯માં રૈયારોડ પર સાવન સીગ્નેટની બાજુમાં શોપીંગ સેન્ટર હેતુના પ્લોટમાં ખડકાયેલા ૫ ઝુંપડા, ટીપી સ્ક્રીમ નં. ૧૬ (રૈયા)માં ફાઈનલ પ્લોટ નં. ૩૫/એ ગંગોત્રી પાર્કની પાછળ વાણીજય વેચાણ હેતુ માટેના પ્લોટમાંથી ફેન્સીંગ આવકાર સોસાયટીમાં ૯ મીટર ટીપીના રોડ પર એક ઓરડી વોર્ડ નં.૧૦માં એ.જી. ચોકમાં આશાપૂરા હોટલમાં એક ટોયલેટ વોર્ડ નં.૧૧મા મવડી વિસ્તારમાં પ્રિયદર્શની સોસાયટી ૪૦ ફૂટના રોડ પર પાંચ દુકાનો, અને વોર્ડ નં.૧૨માં ટીપી સ્ક્રીમ નં. ૨૧ મવડીમાં ફાઈનલ પ્લોટ નં. ૧૪/સીમાં જસરાજ નગર શેરી નં.૩માં રહેણાંક હેતુ માટેના પ્લોટમાં ખડકાયેલું એક મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું હતુ ૬૩૪૮ ચોરસ મીટર વિસ્તારમાં ખડકાયેલા દબાણો દૂર કરી રૂા. ૪૨.૭૨ કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.આ ઉપરાંત ઈસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં.૪માં ટીપી સ્ક્રીમ નં. ૧૮ ફાઈનલ પ્લોટ નં. ૨૩+૨૬ એમાં એસઈડબલ્યુ એસ એચ હેતુ માટેના અનામત પ્લોટમાં ૮૨૨૪ ચોરસ મીટરનાં ડેરીનું બાંધકામ તથા ટીપી સ્ક્રીમ નં. ૧૭માં ફાઈનલ પ્લોટ નં. ૧૭/૬માં ઉત્સવ પાર્ક અને અભિરામ પાર્કમાં વચ્ચેની દિવાલનું બાંધકામ તોડી રૂા.૬.૨૫ લાખની જમીન ખૂલ્લી કરાવવામા આવી હતી.