કચેરીઓમાં પૈસા વગર ફાઇલ આગળ ચાલતી જ નથી. ત્યારે સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં આવેલી ટાઉન પ્લાનિંગના જૂનીયર નગર નિયોજકની ઓફિસમાં નિવૃત વચેટીયો રૂ.7 હજારની લાંચ લેતા રંગે હાથે એસીબીના છટકામાં ઝડપાઇ ગયો હતો.
ખેતીની જમીનમાં મકાન બનાવવાનું હોય પ્લાન પાસ કરવા માટે 12 હજારની લાંચ માંગી હતી.સુરેન્દ્રનગર઼ના એક ખેડૂતને પોતાની ખેતીની જમીનમાં મકાન બનાવવાનું હોય નિવૃત ટાઉન ડ્રાફટમેન તુલસીભાઇ ગણેશભાઇ પરમારનો સંપર્ક કર્યો હતો.
તુલસીભાઇ પોતે કાગળની કાર્યવાહી જાણતા હોય તેમના મારફત ખેડૂતે પ્લાગ પાસ કરવા માટે અરજી કરી હતી. બાદમાં તુલસીભાઇ પરમારે ખેડૂતને જૂનીયર નગર નિયોજક યશભાઇ દિલીપભાઇ દવે સાથે મળાવ્યા હતા. ત્યારે આ કામ કરવાના રૂ.12 હજાર લાંચની માંગણી કરી હતી. નકકી થયા મુજબ રૂ.5 હજાર અગાઉ આપી દિધા હતા.
બીજા 7 હજાર રૂપીયા આપવાના હોય ખેડૂતો એસીબીમાં જાણ કરી હતી. આથી સુરેન્દ્રનગર એસીબીના પીઆઇ ઝેડ.જી.ચૌહાણ તથા તેમની ટીમ ગુરૂવારે બહુમાળી ભવન ખાતે જ છટકુ ગોઠવ્યુ હતુ. જેમાં અધિકારી યશ દવેની ઓફિસમાં તુલસીભાઇ પરમારે રૂ.7 હજારની લાંચ સ્વીકારતાની સાથે એસીબી ત્રાટકીબંને આરોપીની ધરપકડ કરી હતી.