ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 34 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે.
બે કલાકમાં તાપીના સોનગઢમાં 3 ઇંચ તો વ્યારામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે.
જ્યારે ભાવનગર, સુરતના માંડવીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4.2 ઇંચ વરસાદ નોંધાયો છે.
જિલ્લો | તાલુકો | વરસાદ
(ઇંચમાં) |
તાપી | સોનગઢ | 3 |
તાપી | વ્યારા | 2.4 |
ભાવનગર | – | 2 |
સુરત | માંડવી | 1.5 |
અરવલ્લી | મેઘરજ | 1.4 |
ભાવનગર | ઘોઘા | 1 |
અરવલ્લી | મોડાસા | 1 |