એક વિચિત્ર ઘટનામાં એક ૩૫ વર્ષીય મહિલાએ કોબીમાં છૂપાયેલા સાપના બચ્ચાને અજાણતા જ કાપ્યા પછી શાક રાંધી લીધુ ત્યારબાદ પોતે અને તેની પુત્રીએ આ શાક ખાઇ લીધુ હતું તેમજ તબિયત ખરાબ થતા માતા-પુત્રીને એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાઇ.

ડોક્ટરના જણાવ્યા મુજબ ખજરાનામા રહેતા આફઝાન ઇનામ અને તેની પુત્રી આમનાને ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરે કહ્યું હતું કે માતા-પુત્રીને જરૂરી દવાઓ આપ્યા પછી અલગ અલગ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેથી જાણી શકાય કે સાપના ઝેરની અસર છે કે કેમ માતા-પુત્રીએ શાકમાં સાપના અવશેષો જોયા પછી તબિયત ખરાબ થઇ હતી. અને ઉલટીઓ શરૂ કરી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.