રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ મહિલા સમિતિ તથા ગુજરાત પ્રદેશના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને રાજકોટ શહેર મહિલા પ્રમુખ મનિષાબા વાળાની આગેવાનીમાં તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેકટર તેમજ રાજકોટ ડી.ઈ.ઓને આવેદન તેમજ લેખીત ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં ખાનગી શાળાનાં ઓનલાઈન શિક્ષણ તેમજ ફી ના ઉઘરાણા કરવાનું બંધ ન કરતા વોર્ડ નં.૧૭માં તમામ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ આગેવાનોએ સાથે રાખીને શિક્ષણ તેમજ ફીની ઉઘરાણી બંધ કરવા માટે સહી ઝુંબેશ ચલાવી ઝુંબેશ ચલાવતા લોકોનો સારો સાથ સહકાર મળતા હાઈકોર્ટ જયાં સુધી શાળાઓ નહી ખૂલે ત્યાં સુધી ફી નહી લેવી તેવી જાહેરાત કરતા રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ સમિતિને જીત મળી છે. આ જીતમાં મોટો ફાળો આમ જનતાનો તેમજ વાલીઓનો છે આ તકે રાજકોટ શહેર મહિલા પ્રમુખ મનિષાબા વાળાએ આભાર માન્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા રાજકોટ શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર, ગુજરાત ઉપપ્રમુખ હેમાંગભાઈ વસાવડા તથા કોંગ્રેસના પૂર્વ મંત્રી મુકેશભાઈ ચાવડા તથા રાજકોટ એન.એસ.યુ.આઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, સોશ્યલ મીડીયાના જીજ્ઞેશભાઈ વાગડીયા તથા પ્રદેશ ઓ.બી.સી. મહામંત્રી મોહનભાઈ સિંઘવ તથા કોંગ્રેસ પરિવારના તમામ કાર્યકરો, હોદેદારો, મહિલા કોંગ્રેસની બહેનોનો પણ આભાર વ્યકત કરાયો હતો