રાષ્ટ્રીય કામધેનુ આયોગની પહેલ સ્કીલ ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા, અભિયાન દ્વારા પર્યાવરણને ફાયદો થશે
રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા દેશમાં આ વર્ષે ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલ ઇકો ફેન્ડલી ગણેશોત્સવ મનાવવામાં આવશે. આ સંદર્ભે સ્કીલ ઇન્ડિયા, ગ્રીન ઇન્ડીયા અંતર્ગત સૌરાષ્ટ્રના કારીગરોને રોજગારીની તકો મળશે તેમ આજે એક પત્રકાર પરિષદ સંબોધતા રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીના આત્મ નિર્ભર ભારત અને મેઇક ઇન ઇન્ડિયા, અભિયાનને ઘ્યાનમાં રાખી આ વર્ષે સમગ્ર દેશની ગૌશાળાઓને તથા યુવા મહિલા ઉદ્યમીઓ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયોના ગોબરમાંથી ગણેશજીની વિવિધ પ્રકારની મુર્તિઓ બનાવવા આગળ આવવા અને આ અભિયાનમાં જોડાવા આગ્રહ કર્યો છે.
વધુમાં ડો. કથીરીયાએ જણાવ્યું હતું કે ગૌમમય ગોબરની ગણેશજીની પ્રતિમાના ઉપયોગથી પર્યાવરણ રક્ષા થશે. પી.ઓ.પી. થી થતુ પ્રદુષણ અટકશે. કોરોના કાળમાં ઘરમાં ગોબરના ગણેશ રાખવાથી નુકશાનકારક કિરણો અટકાવી શરીરનું રક્ષણ થશે. ઘરમાં પવિત્રતા રહેશે. ગોમયે વસતે લક્ષ્મી મુજબ ઘરમાં સમૃઘ્ધિ વધશે ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. અને વિસર્જીત પ્રતિમાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થશે. પાણીમાં રહેવા વાળા જીવો પણ ગણેશ વિસર્જન બાદ સુરક્ષિત રહેશ. યુવા મહિલાઓને રોજગારી મળશે. ગૌશાળાઓ સ્વાવલંબી બનશે સ્વદેશી અને આત્મ નિર્ભરતાનો ઉદ્દેશ સિઘ્ધ થશે. હિન્દુ ધર્માચાર્ય મહાસભાના મહામંત્રી પરમાત્માનંદ સરસ્વતીએ રાષ્ટ્રીય કામધેનું આયોગના આ પર્યાવરણ રક્ષાના અભિગમને આશીર્વાદ આપ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શન સાથે ગૌમય, ગોરબથી નિર્મીત ગણેશજીની મૂર્તિની સ્થાપના, પૂજનના માઘ્યમથી જનરક્ષા, રાષ્ટ્રરક્ષા, પર્યાવરણ રક્ષા કરવાની રાષ્ટ્રીય કામધેનુ આયોગની આ પહેલને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. સમગ્ર દેશની અનેક ખ્યાતનામ સંસ્થાઓ તેમજ રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ ગૌસેવા વિભાગ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, વિવિધ રાજયોના ગૌસેવા આયોગો, રાજસ્થાન ગૌસેવા આયોગો, રાજસ્થાન ગૌસેવા પરિષદ, અરવિંદભાઇ મણીયાશ જનકલ્યાણ ટ્રસ્ટ, શ્રીજી ગૌશાળા, કિશાન ગૌશાળા, વસુંધરા ટ્રસ્ટ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન, ગોરબ સંસ્કૃતિ સંવર્ધન (ભોપાલ) ગોબર કલા કેન્દ્ર ગૌ કૃતિ (જયપુર) સહીતના નામી અનામી સેંકડો કાર્યકર્તાઓ ગૌસેવકો સંસ્થાઓ આ અભિયાનમાં જોડાઇ ગયા છે.
જનતા જનાર્દનને આ અભિયાન માં તન, મન, ધન થી જોડાવા આગ્રહ કરી રાષ્ટ્રીય કામધેનુ આયોજન જન અભિયાનને સાર્થક કરવા ડો. વલ્લભભાઇ કથીરીયાએ અનુરોધ કર્યો છે. રાષ્ટ્રીય કામધેનું આયોગની આ પહેલને સાંસદો મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક, અભયભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, નીતીનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી, ડી.કે.સખીયા, મેયર શ્રી બીનાબેન આચાર્ય, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા સહીતનાઓએ આવનારી છે. આ અભિયાન અંગે વિશેષ માહીતી માટે રાષ્ટ્રીય કામધેનું આયોજન મીતલ ખેતાણી મો. નં. ૯૮૨૪૨ ૨૧૯૯૯, એસ.આર. સીવ, પુરીશ કુમાર, વિજય પાટીલ, અમર તલવાર કર આડેસરા, રાજેશ ડોગરા,નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
ગોબરમાંથી ગણેશજીની પ્રતિમા કેવી રીતે બને તે ફેસબુક આઇ.ડી facebook.com/RKamdhenuAayogપરથી શીખી શકાશે.