પશ્ર્ચિમ ભારતથી ૪ હજાર કિ.મી. દૂરથી આવે છે તીડના ટોળા
ભારતમાં હજુ તીડનો ખતરો ટળ્યો નથી ત્યાં ફરી માઠા સમાચાર આવી રહ્યા છે. સંયુકત રાષ્ટ્રની એક મોટી એજન્સીએ એવી ચેતવણી આપી છે કે ભારતમાં અકે પખવાડિયમાં ફરી તીડનો મોટો હુમલો થઈ શકે છે. એજન્સીનાં જણાવ્યામુજબ તીડના આ ટોળા પશ્ર્ચિમ ભારતથી લગભગ ૪ હજાર કી.મી.દૂરથી આવી રહ્યા છે. આ તીડના ટોળા સમુદ્રી લૂંટારા માટેના પ્રખ્યાત દેશ સોમાલીયા તરફથી આવી રહ્યા છે.
સંયુકત રાષ્ટ્રની એજન્સી ફઊડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે કે આફ્રિકન દેશ સોમાલીયાથી તીડનું મોટુ ટોળુ ઉતરપૂર્વ તરફ આવવા નીકળ્યું છે. તીડનું વિશાળ ટોળુ બે અઠવાડિયામાં ભારત અને પાકિસ્તા સીમાએ પહોચવાની શકયતા છે.
આ ટોળુ ભારત અને પાકિસ્તાનની બંને તરફ પોતાના પ્રજનન કેન્દ્ર સ્થાપશે અહી પ્રજનન પ્રક્રિયા પૂરી થયા બાદ આગળ ચાલ્યા જશે પણ એ દરમિયાન જે વિસ્તારોમાં રહેશે એ વિસ્તારમાં ઉભા પાકનો સંપૂર્ણ નાશ કરી દેશે તેમ આ એજન્સીએ જણાવ્યું છે.
એફઓઓ કહે છે કે પાકિસ્તાનની સ્થિતિતો ખૂબજ ખરાબ થવાની છે. કારણ કે પાકિસ્તાનમાં થરપારકર અને ચોલીસ્તાન રેગીસ્તાનમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. એટલે એ વિસ્તારમાં તીડના ટોળા પ્રજનન કરશે પોતાના સ્થળ બદલશે એટલે આસપાસનાં જિલ્લાઓમાં આફત આવી પડશે.
ભારતની વાત કરીએ તો સોમાલીયાથી આવતા આ તીડના ટોળા રાજસ્થાન તથા તેના સીમા વિસ્તારોમાં હુમલો કરી શકે છે. જો અગાઉથી જ તૈયારી તકેદારી રખાશે તો ઉભા પાક બચાવી શકાશે.
અગાઉ એફએઓએ જયારે ચેતવણી આપી હતી ત્યારબાદ ભારત અને પાકિસ્તાન પર તીડનો હુમલામાં ખૂબજ નુકશાન થયું હતુ તીડના ટોળા પૂર્વથી ઉતર તરફ ગયા હતા હવે ચોમાસુ આવતા તીડના ટોળા ફરી હુમલો કરે તેવી શકયતા દર્શાવાઈ રહી છે.
સોમાલીયાથી આવી રહેલા તીડના ટોળા રાજસ્થાનમાં ઈરાન તથા પાકિસ્તાનથી આવેલા સ્થાનિક તીડના ટોળા સાથે ભળી જશે ચોમાસાની ઋતુ તીડના ટોળાના પ્રજજન માટે ખૂબજ અનુકુળ સમય ગણાય છે. સોમાલીયાથી આવતા તીડના ટોળા હોર્ન ઓફ આફ્રિકા કહેવાય છે.
ભારત-પાકિસ્તાન સીમાની બંને બાજુએ ચોમાસા પહેલા પ્રજજન શરૂ થઈ ચૂકયું છે જે જુલાઈના અંત સુધી ચાલશે ત્યારબાદ ઓગષ્ટના પહેલા અને બીજા અઠવાડિયામાં તીડનો પ્રજનન ગાળાનો બીજો તબકકો શરૂ થશે જયારે ભારત અને પાકિસ્તાનમાં તીડનો હુમલો થશે એજ સમયગાળામાં આ પ્રજજનનો તબકકો શરૂ થશે.
અત્રે એ યાદ આપીએ કે આ વર્ષે ભારતમાં સૌથી મોટો અને બહુ ખરાબ રીતે તીડનો હુમલો થયો હતો તીડના હુમલામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્રના લગભગ ૨૪ જિલ્લાને માઠી અસર થઈ હતી.
વિશ્ર્વ તાપમાન સંસ્થા શું કહે છે?
વિશ્ર્વ હવામાન સંસ્થા જણાવે છે કે ચક્રવાતી તોફાન, ચોમાસુ તથા ફૂંકાતા ભારે પવનોને લીધે તીડના ટોળાની આંતર મહાદ્વીપ અવર જવર વધી જાય છે. પૂર્વ આફ્રિકાથી માંડી ભારત તથા પાકિસ્તાન સુધી તીડનો હુમલા થતા રહે છે.