એકાઉન્ટ બનાવી બિભત્સ કોમેન્ટ અને સારવારના ફોટા અપલોડ કર્યા ’તા
એડવોકેટ સંજય પંડિતનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાં બિભત્સ કોમેન્ટ મુકી સારવાર લીધાના ફોટા મુકવાના ગુનાની એક શખ્સ સામે સાયબર ક્રાઇમ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરીછે.
વધુ વિગત એડવોકેટ સંજય પંડિતનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી તેના ઉપર એડવોકેટ પંડિત ની સારવાર વાળા પાટા પીન્ડી વાળો ફોટો અને બભત્સ કોમેન્ટ સાથે અપલોડ કરવામાં આવેલ હતો. જે અંગે એડવોકેટ સંજય પંડીત એ સાયબર સેલમાં તા. ૨૮-૮-૧૯ ના રોજ તમામ પુરાવાઓ સાથે ફરીયાદ આપેલી હતી જેની તપાસ લગભગ ૧ વર્ષ સુધી ચાલેલ અને ત્યારબાદ આ બોગસ ફેસ બુક એકાઉન્ટ બનાવનાર મયુર ભરતભાઇ રુપારેલીયાનું નામ તપાસ દરમ્યાન ખુલતા સાયબર ક્રાઇમ એ આ અંગે ઇન્ફોમેશન ટેકનોલોજી એકટની કલમ ૬૬ (સી) મુજબ ની ફરીયાદ નોંધેલ છ.સાયબલ ક્રાઇમના સ્ટાફે મયુર રૂપારેલીયા સામે ગુનો નોંધી તપાસના મુળ સુધી પહોચવા તપાસનો ધમધમાટ આદયો છે.