દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારની સાથો સાથ સામાજીક સંસ્થાઓ પણ આગળ આવી તેમનું યોગદાન આપી રહી છે. જેના ભાગરૂપે વેરાવળ પંજાબ નેશનલ બેન્ક્ર દ્રારા નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મદદરૂપ થવા વહીવટી તંત્રના વડા કલેકટર અજયપ્રકાશને ૬૫૦ લીટર સેનેટાઈઝ, ૭૧૦૦ માસ્ક અને ૧૦ થર્મલ ગન આપવામાં આવી હતી. જે સામગ્રી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાને ફાળવવામાં આવી હતી. આરોગ્ય શાખા દ્રારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સેનેટાઇઝ, માસ્ક અને થર્મલ ગનનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રસંગે આરોગ્ય વિભાગના ડી.ક્યુ. એ. એમ.ઓ.ડો.બામરોટીયા, ડી. પી. ઓ.નરેન્દ્ર મકવાણા, પંજાબ નેશનલ બેન્કના બ્રાંચ મેનેજર વિકાસ બારીક તથા સ્ટાફ સહભાગી થયો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત