એન્ટી કરપ્શન બ્યુરોનું પેપર ફૂટી ગયું

ગુપ્ત વિગત લાંચ રૂશ્ર્વત વિરોધી બ્યુરોમાંથી જ લીક થયાની દ્રઢ શંકા સાથે તમામ ડીવાય.એસ.પી.ને તપાસ કરી રિપોર્ટ કરવા એસીબી વડા કેશવકુમારનો આદેશ

સમગ્ર રાજયની સરકારી કચેરીમાં લાંચીયા અધિકારી અને કર્મચારીના કારણે ભ્રષ્ટાચાર ફાલ્યો ફુલ્યો હોવાથી ભ્રષ્ટાચારને નાથવા રાજયના એસીબીના તમામ પીઆઇને ડેકોઇટી ટ્રેપ કરવા અંગે એન્ટી કરપ્શન બ્યુરોના વડા કેશવકુમારે જારી કરેલા પરિપત્રનો અમલ થાય તે પહેલાં જ પેપર ફુટી ગયુ હતું. સરકારી કચેરીના ભ્રષ્ટ અધિકારી પાસે પરિપત્રની વિગતો પહોચાડી ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ શરૂ થાય તે પૂર્વે જ ભ્રષ્ટાચાર આચરી પરિપત્રની વિગત જાહેર કરી એલર્ટ કરી દીધાનું શંકા સાથે તપાસના આદેશ કરવામાં આવતા એસીબીમાં ખળભળાટ મચી ગયો છે.

રેવન્યુ, મહેસુલ, આરટીઓ અને પોલીસ ડીપાર્ટમેન્ટમાં લાંચીયા અધિકારીઓના કારણે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું હોવાથી લાંચીયા અધિકારી અને કર્મચારી પર તુટી પડવા એસીબી વડા કેશવકુમારે આદેશ કરી એસીબીમાં ફરજ બજાવતા તમામ પીઆઇએ ડેકોઇટી ટ્રેપ કરવા માટે પરિપત્ર જારી કરી એસીબીના ડીવાય.એસ.પી. રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. પરિપત્ર લીક કરનાર સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ એસીબી વડા કેશવકુમારે ‘અબતક’ સાથેની ટેલિફોનિક વાતચીત દ્વારા જણાવ્યો છે.

તા.૧૮ જુલાઇથી તા.૨૫ જુલાઇ સુધી સમગ્ર રાજયની સરકારી કચેરીમાં લાંચ અંગે એસીબી પી.આઇ. દ્વારા છટકુ ગોઠવી લાંચ લેતા અધિકારી કે કર્મચારીને સપડાવવાનો આદેશ કરી તમામ ડીવાય.એસ.પીએ તા.૨૬ જુલાઇએ પી.આઇ. દ્વારા થયેલી કામગીરીનો રિપોર્ટ કરવા પરિપત્ર દ્વારા એસીબી વડા કેશવકુમારે આદેશ કર્યો હતો.

એસીબી વડા કેશવકુમારના પરિપત્રનો અમલ થાય તે પહેલાં ભ્રષ્ટ અધિકારી દ્વારા પરિપત્રની માહિતી લીક કરી લાંચીયા અધિકારી સુધી પહોચી કરી દીધી હોવાથી એસીબીના પી.આઇ. દ્વારા ડીકોઇટી ટ્રેપનું છટકુ સફળ રહ્યું ન હોવાનું સામે આવતા પરિપત્રની વિગતો કોણે જાહેર કરી તે અંગે તપાસના આદેશ કરી સંડોવાયેલા ભ્રષ્ટ અધિકારી સામે કડક કાર્યવાહી કરવા હુકમ કરાયો છે.

અધિકારી અને કર્મચારી કેટલા સતર્ક છે તેની ચકાસણી માટે ઉચ્ચ અધિકારી દ્વારા અવાર નવાર મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. પરંતુ દુર્ઘટના અંગે મોકડ્રીલ રાખ્યાની જાહેરાત સાથે સુરક્ષા સ્ટાફને જાણ કરવામાં આવે ત્યારે દુર્ઘટના ગમે તેવી મોટી હોય પણ તેની ગંભીરતા રહેતી નથી તેમ એસીબીના વડા કેશવકુમારના ભ્રષ્ટાચારને નાથવાના ઉમદા અભિયાનનું ભ્રષ્ટ અધિકારી દ્વારા જ સુરસુરીયું થયાની શંકા સાથે તપાસ ચાલી રહી છે. ત્યારે એસીબીના તમામ ડીવાય.એસ.પી.ને પરિપત્રની માહિતી કંઇ રીતે લીંક થઇ તેની તપાસ કરવાના હુકમ કરવામાં આવ્યા છે.

જેનું નમક ખાધુ તેની સાથે જ નમક હરામી કર્યાનું કહી પરિપત્ર લીક કરવામાં જે કોઇ સંડોવાયું હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ‘અબતક’ સાથેની ટેલિફોનીક વાતચીતમાં એસીબી વડા કેશવકુમારે જણાવ્યું હતું.

પરિપત્ર લીક કરનાર ભ્રષ્ટ અધિકારી સામે કડક કાર્યવાહીના નિર્દેશ

રાજયમાં એસીબીના ૩૭ પોલીસ મથકમાં ફરજ બજાવતા ઇન્સ્પેકટર દ્વારા લાંચીયા અધિકારી અને કર્મચારી સામે ડેકોઇ ટ્રેપ કરવાના આદેશનો અમલ થાય તે પૂર્વે જ ભ્રષ્ટ અધિકારી દ્વારા પરિપત્ર લીક કરી લાંચીયા અધિકારઓને ચેતવી દેવામાં આવ્યા હોવાથી ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ નિરર્થક બની જતા એસીબી વડા કેશવકુમરા દ્વારા પરિપત્રની માહિતી લીક કરનાર ભ્રષ્ટ અધિકારી સામે તપાસ કરાવી કડક કાર્યવાહી કરવાનો ‘અબતક’ સાથેની ટેલિફોનીક વાતચીતમાં નિર્દેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.