જામનગર શહેરના વોર્ડ નં. ૧૧ અને ૧ર માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પત્ર વિતરણનો કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) ની આગેવાની હેઠળ યોજાયો હતો. તેમણે વડાપ્રધાન તથા કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો. શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા, મહામંત્રી ડો. વિમલભાઈ કગરાએ પ્રાસંગિક ઉદૃબોધન કર્યું હતું.
આ પત્ર વિતરણ કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોષી તેમજ વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટર જસરાજભાઈ પરમાર અને ભનજીભાઈ ખાણધર, વોર્ડના કાર્યકરો હરપાલસિંહ જાડેજા, પ્રવિણભાઈ પરમાર, રઉફભાઈ ગઢકાઈ, જયભાઈ નડિયાપરા, જયમીનભાઈ વાડિયા, રમેશભાઈ ગોહિલ, લખનભાઈ ડાંગર, વેલજીભાઈ નકુમ, પી.ડી. રાયજાદા, મનસુખભાઈ ખાણધર, હિતેષભાઈ કણઝારિયા, નારણભાઈ મકવાણા, પૂર્વેશભાઈ પરમાર, હરૃભા જાડેજા, નરેનભાઈ કણઝારિયા, મુકેશભાઈ કણઝારિયા, આશિષભાઈ કણઝારિયા, રમેશભાઈ નકુમ, અનિલભાઈ ગોસાઈ, બિપીનભાઈ ચૌહાણ, નિશાબેન કણઝારિયા સો વોર્ડ નં. ૧૧ અને ૧ર માં લોકસંપર્ક માટે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ભાજપના હોદ્દેદારોએ નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રાની પત્રિકાનું વિતરણ કર્યું હતું.