સરકાર દ્વારા અપાયેલી રાહત પાલિકા પ્રમુખ પોતાના નામે જાહેર કરી સસ્તી પ્રસિઘ્ધિ લેતા હોવાનો ચેમ્બરના પ્રમુખનો આક્ષેપ
કેશોદના ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ નિવેદન કરી ઘર વેરામાં ૩૫ ટકા અને કોમર્શિયલ વેરામાં ૪૫ ટકા રાહત આપવી અંગે માગણી છે.
કેશોદ ભાજપ ના જ બે આગેવાનો વેરામાં રાહત આપવા બાબતે સામ સામે નિવેદન પ્રતિ નિવેદન કરતાં કોગ્રેસ ગેલમાં આવી ગય છે આ અંગે ની હકીકત પર નજર કરીએ તો ભાજપ વડીલ આગેવાન અને કેશોદ ચેમ્બર્સ ના પ્રમુખે શહેર ના લોકો ને વેરામાં રાહત આપવાની બાબતે નગરપાલિકા ના પ્રમુખ લોકો ને મુરખ બનાવી રહ્યા છે કારણ કે ગત છેલ્લી મળેલી સાધારણ સભા સફાઈ કર તથા દિવાબતિ કરમાં લોકો ને ૨૫% ટકા રાહત આપવી તેવો સવોનુમતે ઠરાવ વરણી કરવામાં આવી છે ત્યારે પચ્ચીસ ટકા તે અને દશ ટકા સરકારે આપેલ છે
તે તેમ મળી કુલ પિસ્તાલિસ ટકા રાહત આપવી જોઈએ તથા કોમર્શિયલ ટેક્સમાં પિસ્તાલિસ ટકા તેમાં વિસ ટકા સરકાર ના તથા પચ્ચીસ ટકા નગરપાલિકા ના આ મુજબ વેરામાં રાહત આપવાની જાહેરાત કરવાને બદલે નગરપાલિકા ના પ્રમુખ સરકાર આપેલ વેરામાં રાહત ની જાહેરાત પોતાના નામે ખપાવી નગરપાલિકા ના પ્રમુખ સસ્તી પ્રસિધ્ધિ મેળવી રહ્યા છે અને લોકો ને મીડિયા અને પેમપલેટ છપાવી ગેરમાર્ગે દોરી રહીયાનો ચેમ્બર ઓ કોમર્સના પ્રમુખે આક્ષેપ કર્યો છે