ઓડિટ સહિતના નિયમોનું પાલન ન કરતા નોટીસ: તમામ
સહકારી મંડળીઓને દિવસ ૧૦માં રેકર્ડ, સાહિત્ય સુપ્રત કરવા તાકીદ
જૂનાગઢ જિલ્લાની ૧૬ સહકારી મંડળીઓ ફડચામાં ગઇ છે. જિલ્લાની આ ૧૬ સહકારી મંડળીઓના નિયમ મુજબ ઓડીટ, સહિતના નિયમોનું પાલન ન કરતા ૧૦ દિવસની નોટીસ આપવામાં આવી છે. તેમજ તેમના હસ્તકના ચાર્જ રેકર્ડ સહિતનુ સાહિત્ય ફડચા અધીકારીને ૧૦ દિવસમાં સોંપી દેવા અન્યથા આ મંડળીઓની સહકારી કાયદાની જોગવાઇઓ મુજબ નોંધણી કાયમી રદ કરવામાં આવશે. તેમ જૂનાગઢ જિલ્લા રજીસ્ટ્રાર દ્રવારા જણાવાયું છે.
જૂનાગઢ જિલ્લાની ૧૬ જેટલી મંડળીઓએ છેલ્લા ઘણા વર્ષોથી ઓડીટ કરાવેલ નથી. ઉપરાંત મંડળીઓએ કોઇપણ પ્રકારની માહિતી પત્રકો કચેરીને પૂરા પાડવામાં આવેલ નથી. ફડચા અધિકારીને ચાર્જ આપતી નથી. તેમજ અગાઉ આ મંડળીઓને ફડચામાં ગઇ હોવા છતા હુકમથી નિયત કરેલ ફડચા અઘિકારીને ચાર્જ સુપ્રત કરેલ નથી.
જૂનાગઢ જિલ્લાની ફડચામાં ગયેલ આ સહકારી મંડળીઓમાં માંગરોળની સુલતાનપુર દુઘ ઉત્પાદક સહકારી મંડળી, આજક દુઘ ઉત્પાદક સહકારી મંડળી, જૂનાગઢની મંડલીકપુર તેલીબિયા ઉત્પાદક સ. મંડળી, માણાવદરના દગડની તેલીબિયા ઉત્પાદક સ. મંડળી, માળીયા હાટીનાની કુકસવાડા તેલીબિયા ઉત્પાદક સ. મંડળી, વંથલીની ટીકર તેલીબિયા ઉત્પાદક સ. મંડળી, જૂનાગઢની વિક્રમ મરઘા ઉછેર સ. મંડળી, વૈકુઠ મહેતા ગ્રાહક સ. ભંડાર લી., સહયોગ ગ્રાહક સ. ભંડાર લી., સિઘ્ઘાર્થ ગ્રાહક સ. ભંડાર, માંગરોળના દિવાસાની ગણેશ ગ્રાહક સ. ભંડાર, મેંદરડાની પાટરામાં દુઘ ઉત્પાદક સ. મંડળી, ભેંસાણની ઉમરાળી દુધ ઉત્પાદક સ. મંડળી, જૂનાગઢ મોટર ટ્રાન્સપોર્ટ સ. મ. લી., ભેસાણની શક્તિ કૃપા મજુર સ. મંડળી, માણાવદરના સમેગાની વિશાલ માલવાહક સ. ભંડાર મંડળીનો સમાવેશ થાય છે.
આ ફડચા મંડળીઓએ નોટીસ પ્રસિઘ્ઘ થયાની તારીખ થી ૧૦ દિવસમાં તેમના હસ્તકની મંડળીનો ચાર્જ સંબંઘિત ફડચા અઘિકારીને સુપ્રત કરવાનું જણાવ્યું છે. આમ, છતા ઉક્ત મુદતમાં આ કાર્યવાહી મંડળીના હોદેદારો કે સભાસદો દ્વારા પુરી કરવામાં નહિ આવે તો આવી મંડળીઓની કાયમી નોંઘણી રદ કરવાનુ જણાવ્યું છે. તેમજ આ મંડળીઓ પાસેથી કોઇ સહકારી સંસ્થાઓનું લેણુ બાકી હોય તો નોટીસ પ્રસીઘ્ઘ થયેથી દિન-૧૦માં જરૂરી આઘાર પુરાવા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી એ રજુ કરવાનું રહેશે.