બોલીવૂડના નિર્માતા મધુર ભંડારકરની ફિલ્મ ‘ઈંદુ સરકાર’ આજે તેની નિયત તારીખે દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ કરી દેવામાં આવી છે. આ ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકવા સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દેતા ભંડારકરે રાહત અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ઈંદુ સરકારને મનોરંજન નહી પણ રાજકીય ઉદેશથી બનાવાઈ હોવાનું જણાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી. પરંતુ બહુવિવાદિત આ ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકવાની અરજી સુપ્રીમે ફગાવી દીધી છે. ઈંદુ સરકાર ફિલ્મ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈંદિરાગાંધીએ ૧૯૭૫માં લાદેલી કટોકટીના વિવાદાસ્પદ મુદા પર બનાવાઈ છે. આ ફિલ્મમાં કૃતિ કુલ્હારી, નીલ નીતિન મુકેશ સહિતના કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત