સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો. ધરમ કાંબલીયા અને સેનેટ સભ્ય રાજદિપસિંહ જાડેજાની કલેકટરને રજુઆત
રાજય સરકારન દ્વારા તા. ૧૮ માર્ચ ૨૦૨૦ના રોજ વિવિધ વર્તમાન પત્રોમાં વિવિધ વિષયમાં ૯૬૦ જેટલા અઘ્યાપક સહાયકની ભરતી માટે જાહેરાત આપવામાં આવેલ અને ઉમેદવાર પાસે અરજીઓ મંગાવવામાં આવેલ સદર ભરતી પ્રક્રિયા કોરોના વાયરસની મહામારીના કારણે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી ગાંધીનગર દ્વારા તા. ૨૦ માર્ચ ૨૦૨૦ થી મોકુફ રાખવામાં આવેલ છે.
રાજયમાં અઘ્યાપક સહાયકની ભરતી વર્ષ ૨૦૧૪માં કરવામાં આવેલ જેથી પી.એચ.ડી., નેટ, જી.સેટ, જેવી ઉચ્ચ શિક્ષણની ડીગ્રી ધરાવતા બેરોજગાર ઉમેદવારોની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશ જયારે હવે અનલોક થઇ રહ્યો છે ત્યારે રાજય સરકાર દ્વારા પણ અઘ્યાપક સહાયની ભરતી પુન: શરુ કરવા સંભવિત ઉમેદવારોની માંગ છે.
જો અઘ્યાપક સહાયની સમયસર કરવામાં ન આવે તો આ સંભવિત ઉમેદવારોને વયમર્યાદાનો બાધ નડી શકે તેમ છે. જેવી હોશિયાર અને લાયકાત ધરાવતા વિઘાર્થીઓના ભવિષ્ય ધુંધળુ બની જશે.
જેથી તાત્કાલીક યોગ્ય નિર્ણય કરી મોકુફ રાખવામાં આવેલ અઘ્યાપક સહાયકની ભરતીની પ્રક્રિયા પુન: શરુ થાય તે માટે સૌ. યુનિ.ના સિન્ડીકેટ સભ્ય ધરમ કાંબલીયા અને સેનેટ સભય રાજદિપસિંહ જાડેજાએ કલેકટરને રજુઆત કરી છે.