ડો. યશવંત ગોસ્વામી લીખીત પુસ્તકોનું પબ્લીકેશન થયું : ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
ગુજરાત સરકાર દ્વારા સામાજીક સેવા કાર્યના સંકલ્પ સાથે વાઉબસ અને પ્રેમનો પટારો પ્રોજેકટ લોન્ચ કરવામાં આવતા સૌ. યુનિ. દ્વારા આ સેવાકાર્યમાં કોલેજ કક્ષાએ વિઘાર્થીઓને અને રાજકોટની વિવિધ સામાજીક સંસ્થાના અગ્રણીઓને પ્રોજેકટ સાથે જોડવામાં આવતા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ને અને શિવાનંદના ચેરી ટ્રસ્ટના મેનેજીગ ટ્રસ્ટ ડો. યશવંત ગોસ્વામીની નિયુકિત કરવામાં આવેલ છે. આ પ્રસંગે તેમણે ‘અબતક’ની મુલાકાત લીધી હતી.
સૌ. યુનિ.ના કુલપતિ ડો. નીતીન પેથાણી, ઉપકુલપતિ ડો. વિજય દેસાણી અને આ બન્ને પ્રોજેકટના ઇન્ચાર્જ સીન્ડીકેટ મેમ્બર ડો. મેહુલ રૂપાણી દ્વારા ડો. યશવંત ગોસ્વામીના વિવિધ સામાજીક સેવાકાર્યોની નોંધ લઇ આ નિયુકિત કરાયેલ છે. એન.એસ.એસ. દ્વારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વિવિધ સેવાકાર્યો દ્વારા વિશેષ લોકચાહના મેળવનાર ડો. ગોસ્વામીને સૌ. યુનિ. દ્વાારા બેસ્ટ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસરનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત સૌ. યુનિ.દ્વારા એન.એસ.એસ. ના ડીસ્ટ્રીકટ કો. ઓર્ડીનેટર તરીકે પણ તેઓ કાર્યરત છે.
ડો. ગોસ્વામી સૌ. યુનિ.માં હિન્દી અભ્યાસક્રમ સમિતિના અને એકઝામીનેશન કમિટીના મેમ્બર તરીકે પણ સેવા આપે છે. પી.એચ.ડી. ના ગાઇડ તરીકે અને એન.એસ.એસ. ડીસ્ટ્રીક કો. ઓર્ડીનેટર તરીકે કાર્યરત છે. આ ઉ૫રાંત છેલ્લા ર૦ વર્ષથી સૌ. યુનિ. આયોજીત યુથ ફેસ્ટીવલમાં નિર્ણાયક તરીકે અને યુનિ. દ્વારા આયોજીત પી.એચ.ડી. ના વિઘાર્થીઓ માટે આયોજીત ગાઇડન્સ લેકચર આપી રહ્યા છે.
હિન્દી સાહિત્ય જગતમાં વ્યકિતત્વ અને કૃતિત્વ દ્વારા અનેરુ સ્થાન પ્રાપ્ત કરનાર સુપ્રસિઘ્ધ સાહિત્યકાર ડો. રામદશર મિશ્રના ઉપન્યાસો અને કાવ્ય સંગ્રહપર ડો. યશવંત ગોસ્વામીએ ગહન અઘ્યયન દ્વારા શોધ કાર્ય કરી પુસ્તકો પ્રકાશીત કરાયેલ છે.
જેમાં રાવત પ્રકાશન દિલ્હી દ્વારા રામદરશ મિશ્ર કે ઉપન્યાસો મે સ્ત્રી-પુરૂષ સંબંધ અને રામદરશ મિશ્ર કે કાવ્ય કા અનુભૂતિ પક્ષ અને હિન્દ પ્રકાશન દ્વારા રામદરશ મિશ્ર કે ઉપન્યાસો મે ઘર પરિવાર ટાઇટલ સાથે પુસ્તકો પ્રકાશિત થયા છે. આ પુસ્તકો યુનિ.માં શોધકાર્ય કરતા વિઘાર્થીઓ માટે પી.એચ.ડી. ની ડિગ્રીમાં સંદર્ભ સાહિત્ય તરીકે ઉપયોગી સાબીત થશે. અઘ્યયન કરાવતા અઘ્યાપકોને પણ ઉપયોગી થશે.