ગુજરાતના ગધેડાઓ પર થયેલા રાજકીય વિવાદ પછી લોકો ગધેડાઓ વિશે નવી નવી કલ્પનાઓ કરવા લાગ્યા છે આ વિવાદથી રાજનિતિમાં કેટલો અને કેવા પ્રકારનો ઉછાળો આવ્યો તો અલગ વાત છે પરંતુ ખરેખરમાં ગુજરાતના ગધેડાઓના ‘અચ્છે દિન’ ચોક્કસ આવી ગયા છે.
– ગુજરાતના વિશાળ મેદાની પ્રદેશમાં ગધેડાઓની સારી સંખ્યા જોવા મળે છે. ૨૦૧૬માં અભ્યાસરણ્યએ ૧૪ હજાર પ્રવાસીઓથી ૨૭ લાખ ‚પિયાની કમાણી કરી હતી. અને શક્યતા મુજબ જૂન ૨૦૧૭ સુધીમાં આ આંકડો ૩૦ લાખને પાર કરી જશે તેવુ માનવામાં આવી રહ્યું છે.
– વર્ષ ૨૦૧૦થી ૨૦૧૫ની વચ્ચે સંખ્યામાં ૧૧.૩૧%નો વધારો થયો હતો. ૨૦૧૫ની ગણતરી પ્રમાણે જંગલી ગધેડાઓની સંખ્યા ૪૪૫૧ હતી.
– તેમજ પ્રવાસની દ્રષ્ટિએ આ જંગલી ગધેડાઓ એવા જ પ્રખ્યાત છે જે રીતે ગીરના સિંહ.
– આ ઉપરાંત અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવેલા ગુજરાત ટૂરિઝમના પનમોહક તસવીરો મુકે છે પ્રમોશનલ કેમ્પેઇનમાં જંગલી ગધેડાઓને જોયા પછી અને ગુજરાતના આ સ્થળે આવવા માટે ઉત્સુક થયા હતા.
– ગધેડાઓની મોટી વસ્તીને વિશાળ મેદાનોમાં વિચરતી જોવી આહલાદક અનુભવ છે. અને તે સરસ ફોટોગ્રાફી કરવા માટે પણ પ્રેરે છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં ૨.૨ કરોડ પ્રવાસીઓ ગુજરાતમાં ફરવા માટે આવી ચુક્યા છે. ૨૦૧૫-૧૬માં આ સંખ્યા ૭૫% વધી ગઇ હતી.