વાઇરલ થયેલી ઓડિયો કિલપને પણ અફવા ગણાવીને વખોળી કાઢી
સુરેન્દ્રનગરમાં કોરોના મહામારીને લઇને ૧૪૪ની કલમ બાબતે કેટલીક અફવાઓ ફેલાવવામાં આવી હતી. તેમજ કલેકટરના અવાજમાં એક ઓડિયો કિલપ પણ જાહેર કરાઇ હતી. જેના જવાબમાં કલેકટરએ ખુલાસો કર્યો હતો કે ૧૪૪ની કલમ બાબતની તેમજ ઓડિયો કિલપ આ બન્ને અફવાઓ જ છે. હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં એકપણ પ્રકારની કલમ લાગુ કરવાની નથી.
સુરેન્દ્રનગર જિલ્લાના જોરવરનગર રતનપર વઢવાણ અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ ના કેસોમાં નોંધપાત્ર રીતે છેલ્લા પંદર દિવસમાં વધારો જોવા મળ્યો છે અને રોજ બરોજ કોરોના ના કેસો સરેરાશ ૨૦ કરતાં પણ વધારે આવી રહ્યા છે તેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ લીમડી અને આને ગામમાં માર્કેટો બે વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા માટે વેપારી એસોસિયેશન દ્વારા જાહેરાતો કરીને માર્કેટ સવારે સાત થી બપોરે બે સુધી ખુલ્લી રાખવા માટે વેપારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણ ના પગલે અફવાઓનો દોર યથાવત રહેવા પામ્યો હતો ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત ૧૪૪ની કલમ લાગુ કરાઈ હોવાનું બહાર આવ્યું હતું અને જિલ્લામાં એક પ્રકારે અફવા ફેલાઇ પામી હતી ત્યારે વધતા જતા કોરોના ના કેસો માં જિલ્લામાં કોરોના બાબતની અનેક પ્રકારની અત્યાર સુધીમાં અફવાઓ ઉડી છે ત્યારે કાલે સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૪૪ની કલમ લાગુ કરાઈ હોવાની પણ અફવાઓ વહેતી થતાં વેપારીઓ અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ ભયભીત થયા હતા.
અનેક પ્રકારની અફવાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં વહેતી થવા પામી હતી ત્યારે ખાસ કરી મોડી રાત્રે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલાસો કરવામાં આવ્યો હતો કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પણ પ્રકારની હાલમાં કલમ લાગુ કરવાની નથી અને ખાસ કરી એ વાયરલ મેસેજ તરીકે જિલ્લામાં ૧૪૪ની કલમ લાગુ કરવાની વાત છે તો તે એક પ્રકારે અફવા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે અનેક એવી અફવાઓ અત્યાર સુધીમાં સામે આવી હતી .જેમાં ખાસ કરીને સૌથી મોટી અફવા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ના અવાજમાં લોકડાઉન ના બાદમાં જિલ્લામાં કોરોનાવાયરસ તો રહેવાનો જ છે અને પોતપોતાના કામમાં કોરોના નું ધ્યાન દીધા વગર કામે લાગો તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ ઓડિયો ક્લિપ તેમણે બનાવેલી નથી. ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર દ્રારા તે સમયે કોઇપણ જાતનો આ વાઇરલ ઓડીઓ કલીપ માં પોતાનો અવાજ ન હતો તેવું જણાવ્યું હતું.ત્યારે આ ઓડીઓ કલીપ જિલ્લા કલેક્ટર ની ન હોવા છતાં આવી ગેરમાર્ગે દોરતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હોવા છતાં પણ કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ત્યારે હવે આવા જે કોઈ લોકો અફવા ફેલાવી રહ્યા છે જેની કાયદેસર તપાસ કરી અને જેના ઉપર કાયદેસરની કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના લોકોની માંગ છે.