વોર્ડનં-૧૧ ના અંબીકા ટાઉન શીપ વિસ્તારની ટીપીનં-૨૬ ને મંજુરીની મહોર મારીને વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેરના અતી વિક્સીત વિસ્તાર ના વિકાસના દ્વાર ખોલી નાખ્યા છે હવે આવિસ્તાર ને અધ્યતન બગીચા, બાલક્રીડાંગણ, રમતગમતના મેદાન, શાક માર્કેટ અને સ્વિમીંગ પુલ સહીતની સુવિધા મળવાનો માર્ગ મોકળો થઈ ગયોછે.
ઉપરોક્ત ટીપીનં-૨૬ મંજુર થતા આવિસ્તારના રહેવાસીઓ વેપારીઓ તથા આબાલ વૃધ્ધ નાગરીકોમા હરખની હેલી આવી હતી અને ગુજરાતની યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજકોટ શહેર ભાજપ તથા રાજકોટ મહાનગર પાલીકા ના પદાધીકારીઓ તથા વોર્ડનં-૧૧ ની સંગઠન ની ટીમ નો આભાર માન્યો હતો. તેમ વિધાનસભા-૭૧(ભાજપ) ઇન્ચાર્જ રાજુભાઈ બોરીચાની યાદીમા જણાવાયુ છે.