કોરોનાના કહેર બાદ ઠપ પડેલા પ્રવાસન ઉદ્યોગને ધમધમાવવા કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે વિવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
ભારતને બુધ્ધની ભૂમિ તરીકે ઉજાગર કરી દેશના વધુમાં વધુ રાજયોને પ્રવાસન સ્થાન તરીકે વિકસાવવા માટે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. મંત્રાલય દ્વારા પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે દેખો અપના દેશ અભિયાન અંતર્ગત ભારતને બુધ્ધનીભૂમિ તરીકે પ્રોજકેટ કરવામાં આવી રહી છે.
ચીન સહિતના અન્ય બૌધ્ધ પ્રભાવી દેશોની જેમ ભારત પણ પડોશી દેશોનાં પ્રવાસન ઉદ્યોગપર નજર રાખી રહી છે. પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલ દ્વારા ભારતમાં વધુમાં વધુ બૌધ્ધ પ્રવાસીઓ આવે તેવા આયોજન ટુર ઓપરેટરોને હિમાયત કરવામાં આવી હતી.
બૌધ્ધ પ્રવાસનધામનો વિકાસ માટે ચીનને નજર સમક્ષ રાખવામાં આવ્યું છે. ચીન દ્વારા બૌધ્ધના સાંસ્કૃતિક વિકાસના અભિગમ સાથે મોટાપાયે આંતર માળખાકીય વિકાસ માટે અને સંલગ્ન પરિયોજના માટે મોટાપાયે રોકાણ કર્યું છે. ભારતમાં પણ આ લાભ મેળવવા માટેની મોટી અને અસરકારક સંભાવનારાઓ રહેલી છે. બૌધ્ધ સાંસ્કૃતિક ધરોહરનાં વિકાસ થકી પડોશી દેશમાં પણ આ ક્ષેત્રનો પ્રભાવી વિકાસ થઈ શકે તેમ છે.
ચાલુ મહિનામાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીદ્વારા બુધ્ધ સાંસ્કૃતિક વિશ્ર્વમાં ભારતને વધુમાં વધુ ઉજાગર કરી બુધ્ધ સંસ્કૃતિના કેન્દ્રમાં ભારતને વધુ પ્રભાવ શાળી બનાવી ભારતની બુધ્ધ વિરાસતને વિકસાવવા હિમાયત કરી હતી.
એમ પણ જણાવ્યું હતુ કે પોતાની સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની ભારતન મુલાકાતોને વધુ વિસ્તૃત બનાવવા માટે શ્રીનગર વિમાન મથકને આંતરરાષ્ટ્રીય વિમાન મથક તરરીકે વિકસાવવાની મંજૂરી આપી છે.
પ્રવાસન અને સાંસ્કૃતિકમંત્રી પ્રહલાદ પટેલે બૌધ્ધ સંસ્કૃતિને ઉજાગર કરતા ૧૦૮ અધ્યાયવાળી મંત્રાલયન કાંજુર પુસ્તકાનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મંત્રાલયના રાજદૂતની ઉપસ્થિતિમાં થયેલા વિમોચન સમારંભમાં હાજરી આપી હતી. ભારતમાં આ પુસ્તકોનું બેવડાથી પણ વધુ પ્રકાશન કરાવીને મંગોલીયાના તમામ બુધ્ધ શ્રાવકોને વિતરણ કરવામાં આવી હતી.
પ્રવાસન મંત્રીએ બૌધ્ધ ધર્મની સાંસ્કૃતિક વિરાસત ધરાવતા સ્થળોનાં વિકાસ માટેની તમામ ગતિવિધિઓ ભારતમાં આવેલા આવા પ્રવાસન સ્થળોએ ચીન સહિત વિદેશી ભાષાઓ સાથેના સાઈનબોર્ડ લગાવીને ભારતમાં આવેલુ સુપ્રસિધ્ધ સ્થળો સારનાથ શ્રક્ષનગરસાચી જેવા સ્થળો જયાં મોટી સંખ્યામાં બૌધ્ધ પ્રવાસીઓ આવતા રહે છે.
દેશમાં પ્રવૃત્તિની કોરોના કટોકટીના ઉપદ્રવ દેશમાં હજુ યથાવત રહ્યો છે. ત્યારે આવી પ્રવૃત્તિઓ અર્થતંત્રના વિકાસ માટે ચાવી રૂપ ગણી શકાય.
ભારત સરકાર દ્વારા વિશ્ર્વના પ્રવાસીઓને ભારતનાં વિવિધ રાજયોમાં આવેલા બુધ્ધ સાંસ્કૃતિક ધરોહર ધરાવતા સ્થળોનો વિકાસ કરી વિશ્ર્વ પ્રવાસન મંચ ઉપર ભારતને બુધ્ધની ભૂમિ તરીકે ઉજાગર કરવા કવાયત હાથ ધરાઈ છે.