આ વાયરસ શરીરમાં ન પ્રવેશે ત્યાં સુધી સાવ નિર્બળ હોય છે, સાવ સાદા સાબુ વડે કે સેનેટાઇઝરથી તેને ખતમ કરી શકાય સાથે માસ્કથી તેને ચેપ ફેલાવતા રોકી શકાય છે
આ નાનકડો વાયરસ મૂળ ત્રણ ભાગનો બનેલો છે. ૧) એના કેન્દ્રમાં રહેલું આર.એન.એ. – જેમાં આપણા આધારકાર્ડની જેમા એની જેનેટિક માહિતી છે. (૨) આ આર.એન.એ.ની ફરતે તેની રક્ષા કરતી પ્રોટીનની દીવાલ ૩) આ દીવાલની ફરતે આવેલી લિપિડનું એક આવરણ ! આમ આ વાયરસ એની પ્રોફાઇલ બનાવે તો બહુ સીધી લીટીનો લાગે. જ્યાં સુધી આ શરીરમાં ઘૂસ મારતો નથી ત્યાં સુધી આ વાયરસ નિર્બળ છે- સાવ સાદા સાબુ વડે કે સેનેટાઈઝરથી એને ખતમ કરી શકાય- માસ્ક વડે એની એન્ટ્રી રોકી શકાય. માટે માસ્ક અને સેનેટાઈઝર જ સૌથી મોટો ઉપાય છે. પણ એક વાર એની એન્ટ્રી શરીરમાં થઈ ગઈ પછી એનું તોફાન શરૂ થાય છે. અત્યારે હાલ મળતી જાણકારી મુજબ એ શ્વસન તંત્ર થકી જ એન્ટ્રી મારે છે. એટલે મો અને નાક એના મુખ્ય પ્રવેશ દ્વાર કોરોનાનો પ્રવાસ હવે કઈ રીતે થાય છે એ આપણા આજના પીકચરની સ્ટોરી છે.
પ્રવેશ અને પ્રવાસ:-
વાયરસની સપાટી પર જે પ્રોટીન છે એ ચોક્કસ આકારની ચાવી છે. આ પ્રોટીનને સ્પાઇક પ્રોટીન કહેવાય- કાંટાળી વાડમાં ગાંઠ મારેલા તાર કેવા ઉપસ્યા હોય એવો જ કાંટાળો તાજ કોરોનાનો હોય છે. આ સ્પાઇક પ્રોટીનને ચાવી સમજો- હવે આ ચાવી કયું તાળું ખોલશે? જે એના માપનું હશે એ- હવે આપણાં શરીરમાં એના માપના તાળાં અમુક જ જગ્યાએ જોવા મળે છે. એમાંની એક જગ્યા ફેફસા છે. આ ફેફસાના કોષની દીવાલ પર ACE 2 નામનું તાળું છે. ACE 2 (એન્જિયો-ટેનસીન ક્ધવર્ટિંગ એન્જાઇમ- ૨.) પણ એક જાતનું પ્રોટીન જ છે આનું મુખ્ય કામ બ્લડ પ્રેશરને નીચું રાખવાનું છે. આ ACE 2 તમને ફેફસા, હૃદય, કિડની અને આંતરડાના કોષ પર જોવા મળે છે.
વાયરસ ગોતે છે કે ACE 2 ક્યાં છે અને ત્યાં જઈને બેસે- એના સ્પાઇક પ્રોટીનનો ઉપયોગ કરીને ફેફસાના કોષનું તાળું તોડે. તાળું તોડીને એક વાર અંદર એન્ટ્રી મળી ગઈ એટલે વાયરસનું કામ આસાન-કોષમાં જે જેનેટીક મટિરિયલ બનાવતી ફેકટરી પર કબ્જો કરી ચૂપચાપ પોતાનો કોડ અંદર નાખી પોતાના જેવા બીજા લાખો વાયરસની કોપી પેદા કરે. આ વાઇરસ શરીરના અનેક chemotaxis ની મદદથી પ્રવાસ કરે છે. આ કામ એટલું ગુપચુપ ચાલે કે ૧૦ થી ૧૪ દિવસ સુધી વાયરસ ગંધ જ ના આવવા દે. આ તમે જે કહો છે ને અસિમ્ટોમેટિક પેશન્ટ એટ્લે આ જ શરીરમાં કોઈ લક્ષણ જ પેદા ના થાય પણ વાયરસ અંદર હોય. આ ટાઈમમાં વાયરસ શરીરની સિક્યોરિટી સિસ્ટમને ધોખો આપીને પોતાનું કામ પતાવી દે.
હવે જે થાય છે એ સમજવા જેવુ છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ હવે વધુ તીવ્રતાથી સકીય થાય છે. ફાયર બ્રિગેડની જેમ કેવી નીકળે તેમ શરીરની ઇમ્યુન સિસ્ટમ- રોગ પ્રતિકારક શક્તિ પણ એકાએક અલર્ટ મોડમાં આવી જાય અને સાયટોકાઇન્સ (Cytokines) કહેવાતા સૈનિકોની મોટી ટીમ મોકલે. ( આ ટીમમાં અલગ અલગ ઇન્ટર લ્યુક્ધિસ ઇન્ટર ફેરોન અને બીજા પ્રોટીન હોય છે) આ ટીમ યા હોમ કરીને વાયરસ પર કૂદી પડે છે અને એના પર ફરી વળે છે. ટૂંક જ સમયમાં વાયરસને ચારો તરફથી ઘેરીને એનું ઢીમ ઢાળી દેવાય છે- પણ અહીથી બીજી તકલીફ શરૂ થાય છે- આ સૈનિકોની ટીમને એટલો અચાનક સંદેશો મળે છે કે તૈયારીનો ટાઈમ જ નથી મળતો. એ વાયરસ પર તો અટેક કરે જ છે સાથે સામાન્ય નોર્મલ કોષ ને નુકસાન કરી બેસે છે. એમને બધા એક જેવા જ દેખાય છે. આ બધા કોષ મરવા લાગે છે અને હવે ફેફસામાં એ મૃત કોષનું પાણી ભરાવાનું ચાલુ થાય છે. જેને આપણે સાદી ભાષામાં ન્યુમોનિયા કહીએ છીએ. બીજી ભાષામાં એકયુટ રેસપાયરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ARDS L$ કહે છે. હવે ફેફસાએ પોતાનું કામ બંધ કર્યું તો શરીરમાં ઓક્સિજન વાળું ચોખ્ખું લોહી ફરશે કેમ નું? આના લીધે હ્રદય પર એટલું દબાણ આવી જશે કે એની સિસ્ટમ પણ ફેઇલ જશે. કિડની મગજ બધાના બળતણ જેવો ઓક્સિજન જ ખલાસ થઈ જશે, એટલે એ પણ ફેઇલ જશે. સરવાળે જોખમ વધી જાય છે.
બીજુ રોગ પ્રતિકારક શક્તિના અચાનક સક્રિય થવાનું પ્રેશર શરીરની સિસ્ટમ સહન કરી શકતી નથી. રક્તવાહિનીઓમાં સોજા ચડે છે- લોહી પણ ગંઠાવા માંડે અને એ ગાંઠો શરીરના તંત્રમાં ફરવા લાગે-ફેફસા અને હૃદયને વધુ નુકશાન પહોચાડે.
આમ સરવાળે મૃત્યુ થઈ શકે છે. પણ શું આવું બધા જ કોરોના સંક્રમિત વ્યક્તિઓને થાય છે?? જવાબ છે- ના…. આ ફક્ત વધુ ઉમ્મર કે રિસ્ક ફેક્ટર ધરાવતા વ્યક્તિઓને જ થાય બાકી બધામાં દવાઓથી અથવા પ્રાકૃતિક રોગ પ્રતિકારક શક્તિથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે છે. મોટા ભાગના એટલે કે ૮૦% જેવા દર્દીઓ સાવ હળવા લક્ષણ કે જરા પણ લક્ષણ ધરાવતા નથી. મૃત્યુ પામનારની સંખ્યા ૩ થી ૪ ટકા જેટલી છે-એટલે ડરવાની જરૂર નથી, ટેસ્ટમાં પણ ડરવાની જરૂર નથી. સાવચેતી અને સમજદારી જ જરૂરી છે.
કોરોનાનું કાર્ય
આ વાયરસ હિમોગ્લોબીનની ઓફિસરજની વહન ક્ષમતા ઘટાડે છે. અને તે તેની સાથે સંયોજન બનાવી પ્રોફાયરીન બનાવે છે, અને આર્યન ફીરેડીકલ તરીકે રકતમાં ફરે છે જે શરીર માટે ટોકિસક છે. આ ઉપરાંત આપણાં શરીરમાં ઓફિસજનની માત્રા ઘટાડે છે અને કાર્બન ડાયોકસાઇડની માત્ર ઘટાડો છે અને કાર્બન ડાયોકસાઇડની માત્રા વધારે છે જે આપણા શરીર માટે ખુબ જ ઘાતક છે.
આપણી રોગ પ્રતિકારક શક્તિ શુ કરે છે ?
આવી સ્થિતમાં આપણી રોગ પ્રતિકારક શકિત કાર્યરત થાય છે જે તાવ, શરદી, દુખાવો એવું બધી તકલીફો આપી શરીરને ચેતવણી આપે કે અંદર કશુક નવુ આવ્યુ છે. કોરોના કેસમાં આ શક્તિ વિકસતા ૧૦થી ૧૪ દિવસ નિકળી જાય છે.