સાંસદ પૂનમબેને લોક ફરિયાદનો તત્કાલ કર્યો નિકાલ
દેવભુમી દ્વારકા તેમજ જામનગર જિલ્લાના સાંસદ પુનમબેન માડમ ફરિયાદના ઝડપી નિકાલ માટે જાણીતા છે જેનો વધુ એક દાખલો આજ ભાટીયા બાયપાસ રોડ પર બનવા જઈ રહેલ ફોર લેન રોડના કોન્ટ્રાકટ કંપની નિયમો વિરૂદ્ધ કરાતી કામગીરીની ફરિયાદ સાંસદ કરતા તાત્કાલિક નિર્ણય લઈને સંબંધિત તંત્રને વહેલી તકે યોગ્ય કરવા ભારપૂર્વક જણાવાયું હતું.
જામખંભાળિયા થી ઓખા સુધીના ટુ લેન રોડ ને ફોર લેન બનાવવા નો કોન્ટ્રાકટ જી.આર. ઇન્ફ્રા ને અપાયો છે. પરંતુ ગવર્મેન્ટના નિયમોને બદલે ઘર ની ધોરાજી ની જેમ કામ કરાતા ભાટીયા બાયપાસ રોડ પર આવતા રેસિડન્સ , દુકાન ધારકો તેમજ ગામ ના આગેવાનો દ્વારા આજ રોજ સાંસદ પુનમ બેન માડમ ને આ જી.આર.ઇન્ફ્રા ના નિયમો વિરૂદ્ધ થતી કામગીરીની રૂબરૂ મા રજુઆત કરાઈ હતી પ્રત્યુત્તરમાં સાંસદ પુનમબેન દ્વારા સ્થળ નિરીક્ષણ કરી ઘટના સ્થળે જ સંબંધિત સરકારી અધિકારીઓ ને ભારપૂર્વક સૂચના આપી લોકો ને વહેલી તકે યોગ્ય ન્યાય તેમજ હક્ક અપાવવા જણાવાયું હતું ને કંપની દ્વારા ઘરની ધોરાજી માફક ચાલતી કામગીરી બંધ કરાવવામાં આવે .સાથે કોઈ પણ તકલીફ પડે તંત્ર ગલ્લા તલ્લા કરે તો વિના સંકોચે મારૂ ધ્યાન દોરવવા પણ જણાવ્યું હતું. સાથે પોલીસ ને પણ કંપની ની ફેવર ને બદલે રજુઆત કર્તા નાગરિકો ની સાથે રહે તેવું પોલિસ ને પણ કડક સૂચન સાંસદે આપ્યું હતું.