નાર્કોટીક કેસોમાં માથાના દુ:ખાવા સમાન કાર્યવાહી અને કસુરવારોને છુટવાના છીંડા બુરવા સરકારી પંચ રખાશે
ડ્રગ્સ માફિયા દ્વારા બ્રાઉન સુગર, કોકીન, હેરોઇન, ચરસ, ગાંજો અને અફિણ જેવા માદક પર્દાથના વેચાણ કરતા શખ્સો સામે સ્થાનિક પોલીસ તેમજ નાકોર્ટીક સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ કેસમાં સામાન્ય પંચ હોવાના કારણે કોર્ટ ડ્રગ્સની હેરાફેરી કરતા શખ્સો સરળતાથી છુટી જતા હોવાથી રાજયના ગૃહ વિભાગ દ્વારા નાકોર્ટીકસના કેસમાં સરકારી પંચ તરીકે ઉપયો કરી કેસને અસરકારક બનાવવા કમ્મર કસી છે. નાકોર્ટીંકના કેસમાં કરવો અને કોર્ટમાં પુરવાર કરવા સુધીની પ્રોસિઝર ઘણી લાંબી અને કાનૂની આટીઘૂંટીવાળી હોવાથી સમગ્ર કેસમાં પંચ મહત્વનું પાસુ હોવાથી સરકાર દ્વારા કેસ વધુ મજબુત બને તે માટે પંચ તરીકે સરકારી કર્મચારીને જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
એનડીપીએસના કેસ કરવો એટલે પોલીસ માટે માથાના દુ:ખાવા સમાન ગણવામાં આવે છે. પોલીસ અધિકારીને બાતમી મળી ત્યારથી લઇ કબ્જે કરાયેલા માદક પદાર્થના એફએસએલના રિપોર્ટ અને વજન કરનાર સોની વેપારી સુધીની તમામ કાર્યવાહીનું જીણવટભરી રીતે પંચનામુ કરવામાં આવે છે. લાંબી કાર્યવાહીના કારણે પોલીસ દ્વારા એનડીપીએસના કેસ કરવાનું ટાળવામાં આવે છે.
નાકોર્ટીકસના કેસ કરવા માટે ઇન્ટેલિજન્સ અને અભ્યાસુ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવે છે. તેમજ કાયદાની જોગવાય મુજબ એનડીપીએસનો દરોડો પાડી ડ્રગ્સ માફિયાને પકનાર પોલીસ અધિકારી આ કેસની તપાસ અન્ય પોલીસ અધિકારીને સોપવામાં આવે છે. દરોડો પાડનાર અને તપાસનીશ અધિકાર અલગ રાખવાની કાયદામાં છે.
ડ્રગ્સ કૌભાંડ ચલાવતા માફિયા સુધી પહોચવું પોલીસ માટે અતિ કપરૂ અને કઠીન હોવાથી કાયદાની કેટલીક છટકબારીના કારણે ડ્રગ્સ માફિયા બેફામ બની નસીલા પદાર્થનું બેફામ વેચાણ કરી યુવા પેઢીને બરબાદ કરતા હોવાથી સરકાર દ્વારા ડ્રગ્સ માફિયાને નાથવા માટે કાયદાને અસરકારક બનાવવા પંચ તરીકે સરકારી કર્મચારીનો ઉપયોગ કરવા પરિપત્ર બહાર પાડયો છે.
એનડીપીએસના કેસમાં રિક્ષા ચાલક કે ચાની રેકડીવાળા પંચ તરીકે ઉપયોગ થતો હોવાથી ડ્રગ્સનો કેસ કોર્ટમાં સાબીત કરવો મુશ્કેલ બને છે.
આરોપીનો બચાવ કરતી વખતે સામાન્ય પંચને હોસ્ટાઇ કરવા સરળ હોવાથી છટકબારીના છીંડા બુરવા સરકાર દ્વારા અતિ આવશ્યક નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે એનડીપીએસના ગુનામાં પકડાતા આરોપીને છુટવું મુશ્કેલ બનશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.