આખો દિવસ અને રાત્રે ૯ સુધી લોકોના જમેલા હોય છે
પોલીસ હેડકવાર્ટર પણ નજીક છતાં ખાખીય બેજવાબદાર
જામનગર શહેરમાં પાર્ક કોલની, સ્વસ્થિતક સોસાયટી, મહાવીર સોસાયટીનો વિસ્તાર નગરનો સૌથી વૈભવશાળી વિસ્તાર ગણાય છે. અહીં ઉચ્ચ શ્રીમંત વર્ગની મહદ્અંશે વસતિ છે.પણ આ વિસ્તારના મુખ્ય રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર સુધીના માર્ગ પર સાંજે લોકોના ટોળા ઉમટી પડે છે.
આ રોડ પર કેટલીક ખાણીપીણીની દુકાનો, પાનની દુકાન તેમજ આયુર્વેદિક દવાની દુકાન છે. તેમાં સૌથી વધુ લોકો પાનની દુકાન પાસેના ચોકમાં એકત્ર થાય છે. ટુ-વ્હીલર, ફોર વ્હીલરના ખડકલા થઈ જાય છે. નાસ્તો-પાણી, પાન તો બહાનું હોય તેમ કલાકો સુધી અહીં ગ્રુપોમાં જમાવડો થાય છે. ગરમી અને બફારાના કારણે ખુલ્લી હવામાં બેસવા આવે તે સ્વાભાવિક છે, જોગીંગ કે ઈવનીંગ વોક માટે નીકળે તે પણ સ્વભાવિક છે, પણ અહીં તો ટાઈમ પાસ માટેનું સેન્ટર હોય તેમ આ જાહેર માર્ગનો ઉપયોગ થઈ રહ્યો છે.
સામાન્ય સંજોગોમાં આ તમામ પ્રક્રિયાઓ સહજ હોય છે, પણ હાલ કોરોના મહામારીનું સંક્રમણ ચારે તરફ ફેલાઈ રહ્યું છે અને શહેરના ગીચ વિસ્તારો જ નહીં પણ લગભગ તમામ વિસ્તારોમાંથી કોરોના પોઝિટિવના કેસ મળી રહ્યા છે, ત્યારે આ રીતે ટોળે વળવાની પ્રવૃત્તિને કોઈપણ રીતે ચલાવી લેવાય નહીં. અહીં લોકો નાસ્તો પાણી કે ખરીદી કરવા કે પાન-સોડા માટે આવે અને પછી રાત્રે ૯-૧૦ વાગ્યા સુધી મેળો જામેલો રહે ત્યારે આ વિસ્તારના બંગલા-ટેનામેન્ટ અને એપાર્ટમેન્ટમાં રહેતા લોકો પર કોરોના સંક્રમણનું જોખમ તોળાયેલું રહે છે.
સૌથી ગંભીર બાબત એ છે કે અહીં એકત્ર નારા લોકો આ વિસ્તારના હોતા નથી, અગાઉ જણાવ્યા પ્રમાણે માત્ર ટાઈમ પાસ કરવા આવે છે અને ભણેલ-ગણેલ અને સુખી પરિવારના લોકોનો વર્ગ હોય છે, પણ આવા શિક્ષિત-લોકોમાં પણ જાગૃતિનો સદંતર અભાવ જોવા મળે છે. અહીં ટોળે વળીને એકઠા નારા લોકો સોશ્યલ ડિસ્ટન્સીંગનું ધ્યાન રાખતા નથી, મોટાભાગના લોકોના મોઢા પર માસ્ક જોવા મળતા નથી. આ ઉપરાંત આ જ વિસ્તારના લોકો કોઈ નાની-મોટી ખરીદી માટે આવે તો રસ્તા વચ્ચેથી કે દુકાનો પાસેથી દૂર પણ ખસતા નથી! આ એકત્ર નારા લોકોમાંથી કેટલાક એવા પણ છે જેઓ છેડતી કરવા જેવા ઈરાદે પણ આવે છે.
આ માર્ગની પાસે જ પોલીસ હેડક્વાર્ટર છે અને આ માર્ગ પરી પોલીસના અધિકારીઓની ગાડીઓ અવારનવાર નીકળે છે, સાંજી રાત્રિના સમયે પણ નીકળતા હશે, તેમ છતાં અહિંની ગંભીર સ્થિતિ પ્રત્યે તેમનું ધ્યાન કેમ જતું નથી તે પણ પ્રશ્ન છે?
આ ઉદાહરણ સરકારી તંત્ર, પોલીસ તંત્રની જાણ માટે છે. બાકી શહેરમાં આવા અનેક હોટ સ્પોટ છે જ્યાં કોરોના સંદર્ભમાં જે નિયમો જાહેર થયા છે તેનો રીતસર ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે.
જામનગર જિલ્લામાં કોરોનાી ત્રણના મોત
જામનગર જિલ્લામાં કોરોનાનો કહેર જેટ ગતિએ ત્રાટકી રહ્યો છે. ગઈકાલે ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતાં, તો વુધ ૧૫ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જિલ્લામાં કુલ પોઝિટિવ આંક ૩૮૫ નો થયો છે.
જામનગરમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે અને દરરોજ ડઝનબધ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં વધુ ૧૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં શહેરના જ ૧૩ દર્દીનો સમાવેશ થાય છે.
આજના કુલ ૧૫ માંથી ૧૦ પુરુષ અને ચાર મહિલાનો સમાવેશ થાય છે અને તેમાં ગ્રામ્યના બે તથા શહેરી વિસ્તારના ૧૦ દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે ત્રણ દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યા છે. જેમાં ધ્રોળના બાનુબેન નાગાણી (ઉ.વ. ૬પ), વસંતપુર (જામજોધપુર) ના સાકરબેન ભાલોડિયા (ઉ.વ. ૯૦) અને જામનગરના મણિયાર શેરીમાં રહેતા જુલેખાબેન (ઉ.વ. ૮પ) નો સમાવેશ થાય છે.