જમ્મુ-કાશ્મીરના શોપિયાના અમશિપોરા વિસ્તારમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કરી દીધા છે. એન્કાઉન્ટર અત્યારે પણ ચાલી રહ્યું છે. અહીં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા પછી આર્મી અને પોલીસ જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું.
#ShopianEncounterUpdate: . So far 03 #unidentified #terrorists killed. #Operation going on. Further details shall follow. @JmuKmrPolice https://t.co/ojP21idGuG
— Kashmir Zone Police (@KashmirPolice) July 18, 2020
સેનાએ કહ્યું કે આતંકીઓએ અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરી હતી, પરંતુ આપણાં જવાનોએ તેમને સફળ ન થવા દીધા. આ વર્ષે અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થઈને 3 ઓગસ્ટ સુધી ચાલવાની છે.