૧૧૬૮ પોઝિટિવ કેસ અને ૨૫૨૮૯ નેગેટિવ કેસ નોંધાયા: રાજકોટ જિલાલમાં કોરોના ટેસ્ટીગનું પ્રમાણ વધારતા લેબને ૨૪ કલાક કાર્યરત કરાઈ; કોરોના વોરિયર તરીકે ૨૩ કર્મચારીની નિષ્ઠાપૂર્વક કામગીરી
શહેરની પીડીયું મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબ અત્યારે ૨૪ કલાક કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં કોરોના સંક્ર્મણનું પ્રમાણ વધતા દરરોજ ૩૦૦ થી ૫૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ૨૮ માર્ચ ૨૦૨૦ થી શરુ કરી આ લેબ ૧૭ જુલાઈ સુધીમાં ૨૬૪૫૭ કોરોના ટેસ્ટ કરી ચુકી છે. મેડિકલ કોલેજના સંકુલમાં આવેલી માઈક્રો લેબમાં ૧૦ ડોક્ટર, ૮ ટેક્નિશયન, ૩ કોમ્પ્યુટર ઓપરેટર, ૨ સફાઈ કર્મી મળી કુલ ૨૩ લોકો રાઉન્ડ ધ ક્લોક કોરોના વોરિયર્સની કામગીરી કરી રહ્યા છે. મેડીકલ કોલેજના ડીન ગોરીબેન ધ્રુવ, સિવિલ અધિક્ષક મનીષ મહેતાના માર્ગદર્શન હેઠળ માઈક્રોબાયોલોજી લેબની તબીબી અને ટેક્નિશયન ટીમ દિવસ રાત કોરોના વોરીયર તરીકેની બે શિફ્ટમાં મહત્વની કામગીરી કરી રહી છે.
લેબના ઇન્ચાર્જ ડો. ઘનશ્યામ કાવડિયાએ જણાવ્યું હતું કે ૨૮ માર્ચથી પ્રતિદિન રાજકોટ જિલ્લો ,કચ્છ જિલ્લો,સુરેન્દ્રનાગર જિલ્લો,ગીર સોમનથ જિલ્લાના શંકાસ્પદ દર્દીઓનું ટેસ્ટિગ કરવામાં આવતું હતું. અમદાવાદમાં કોરોના સક્ર્મણની કેસોની સંખ્યામાં વધારો થતા ઘણા રિપોર્ટનું ટેસ્ટિગ અર્થે રાજકોટ મોકલવામાં આવતા હતા. બાદમાં કોરોનનું સંક્ર્મણ વધવાના પગલે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ દૈનિક ટેસ્ટ કરવાની મર્યાદામાં વધારો કરવાનું જણાવતા અમે આ મર્યાદા વધારીને ૪૦૦ થી ૫૦૦ કરી છે. સમય જતા કચ્છની જી.કે જનરલ હોસ્પિટલ અને જૂનાગઢની મેડિકલ કોલેજને કોરોના ટેસ્ટીગની મજૂરી મળી જતા ત્રણ જિલ્લાનું કામ ઘટ્યું છે. હાલ અમદાવાદમાં કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યામાં ઘટાડો નોંધાતા સુરેન્દ્રનગર જિલ્લાનું કોરોના ટેસ્ટીગ અમદાવાદ હોસ્પિટલમાં કરવાનું આવી રહ્યું છે.તો બીજી તરફ અમદાવાદથી કામનું ભારણ ઘટી જતા દૈનિક ૨૦૦ થી ૪૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. ૨૮ માર્ચથી શરુ કરી ૧૬ જુલાઈ સુધીમાં ૨૬૪૫૭ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૧૧૬૮ પોઝીટીવ કેસ નોંધાયા છે. માઈક્રોબાયોલોજી લેબમાં ફેકલ્ટીથી માંડીને વર્ગ-૪ ના સેવકો માટે સોનો રોલ મહત્વનો રહ્યો છે. અત્રે ઉલિખનીય છે કે ૪ મહિનાની અંદર એક પણ તબીબે હક્કની રજા પણ ભોગવી નથી અને કોરોનના જોખમ વચ્ચે કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહ્યા છે. માઇક્રોબાયોલોજી લેબના ઇન્ચાર્જ ડો.ઘનશ્યામ કાવઠીયાના માર્ગદર્શન હેઠળ બે સીફ્ટમાં ડો.સેજલ અંટાળા, ડો.ભૂમિરાઠોડ, ડો.મેઘા ગોવરિયા, ડો.મનીષ પટ્ટણી, ડો.નિરાલી, ડો.સુહાની, ડો.શેલી તેમજ અન્ય રેસિડન્ટ ડોકટર અને ટેક્નિશયન ફરજ બજાવી રહ્યા છે.
’ POOLED TEST’ની કામગીરી બંધ કરાઈ
સામાન્ય રીતે કોરોનાનુ સંક્ર્મણ શરૂમાં ઓછું હોવાથી ‘POOLED TEST‘ કરવામાં આવતું હતું. આ પ્રક્રિયામાં ઉદારહણ તરીકે ૧૦ લોકોમાંથી સેમ્પલનું એક સરખું માપ લઈને દરેકમાંથી ચોક્કસ કિસ્સો ભેગો કરી અને તેનો ટેસ્ટ કરાય છે અને કોરોના પોઝેટીવ છે કે નેગેટિવ તે નક્કી કરવામાં આવે છે. કોરોના પોઝેટીવ હોય તો ફરીથી પ્રત્યેક વ્યક્તિનો અલગ ટેસ્ટ કરવામાં આવે છે.
‘RTPCR ‘ મુજબ ટેસ્ટીગની કામગીરી શરૂ
આઈ.સી.એમ.આરની ગાઈડલાઈમ મુજબ ‘RTPCR ‘ મુજબ ટેસ્ટીગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં (૧)સેમ્પલ એલિકોટિન (૨) આર.એન.એ એક્સ્ટ્રેશન (૩)માસ્ટર મિકસે પરિપ્રેશન (૪) પ્લેટીન (૫) લોડીગ ઇન RTPCR મશીન એમ પાંચ તબક્કામાં કામગીરી કરવામાં આવે છે. જેમાં પ્રથમ તબક્કામાં કોરોનાં ટેસ્ટીગનું સેમ્પલ ખોલતી વેળાએ જો કોઈ તબીબ દ્વારા તકેદારી ના રખાઇ તો કોરોના સંક્રમણ થવાનું પ્રમાણ વધી જાય છે. આ પાંચ તબક્કાની કામગીરી પીપીઈ કીટ પહેરી કરવામાં આવે છે.
રાજકોટ જિલ્લાના ૧૩૬૨૪ સેમ્પલનું નિરીક્ષણ કરાયું
સમગ્ર રાજકોટ જિલ્લામાં કુલ ૧૩૬૨૪ સેમ્પલ પરીક્ષણ હેઠળ મુકવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ શહેરના ૬૩૨૦ કેસ, રાજકોટ ગ્રામ્યના ૬૧૫૬ કેસ, અન્ય જિલ્લાના ૧૧૪૮ કેસ છે. રાજકોટ શહેરના આજ સુધીમાં ૫૦૨ પોઝીટીવ કેસ અને ૫૮૧૮ નેગેટિવ કેસ આવ્યા છે. જ્યારે ગ્રામ્યના ૩૭૦ પોઝીટીવ અને ૫૭૬૮ નેગેટિવ કેસ છે. અન્ય જિલ્લા આ ૧૭૮ પોઝીટીવ કેસ અને ૯૭૦ નેગેટિવ કેસ છે.