જામનગરમાં એ.કે. રાકેશ, જૂનાગઢમાં ભારદ્વાજને જવાબદારી
રાજયમાં વધી રહેલા કોરોનાના કહેરને ડામવા માટે સરકાર વધુ સંક્રમણ વાળા જિલ્લાઓમાં આઇએસએસ અધિકારીને જવાબદારી સોપવી શરૂ કરી છે.
હાલ ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી ખૂબ વધી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા કોરોનાને ફેલાતો રોકવા માટે અનેક વિધ પ્રકારના પગલાઓ જ વેવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા કોરોનાને ડામવા માટે વધુ એક પગલુ લીધુ છે. રાજયના સૌથી વધુ સંક્રમીત જિલ્લામાં વરિષ્ઠ સનટી અધિકારીછઓની નિમણૂક કરી છે જે પોતાના જિલ્લામા કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટેની કામગીરી કરશે.
રાજયમાં વિવિધ જીલ્લાઓમાં કોવિડ-૧૯ વાઇરસના સંક્રમણમા: આવેલા ચિંતાજનક ઉછાળાના પગલે રાજય સરકાર જે જીલ્લા ઓમાં સંક્રમણનુ પ્રમાણ મોટા પ્રમાણમાં વધ્યુ છે. તેવા જિલ્લાઓમાં વરિષ્ઠ આઇએએસ સનદી અધિકારીઓની નિમણૂંક કરી છે.
પંચાયત ગ્રામ્ય ગ્રહોને ગ્રામિણ વિકાસ મંત્રાલયના અધિક મુખ્ય સચિવ એકે. રાકેશને જામનગર જીલ્લાના ઇન્ચાર્જ તરીકે મુકવામાં આવ્યા છે. ઉર્જા અને પેટ્રોલ અધિક મુખ્ય સચિવ સુનેના તોમરને ગાંધીનગર જીલ્લાના ઇન્ચજ અને સહકાર પ્રાણી સર્ંવધન ગૌ વિકાસના સચિવ મનિષ ભારદ્વાજને જુનાગઢ જિલ્લામાં કોવિડ-૧૯ને કાબુમાં લેવાની જવાબદારી સોપવામાં આવી છે.
રાજય સરકારે તમામ જીલ્લાના પ્રભારી સચિવને પોતપોતાની જવાબદારી વાળા જીલ્લાઓની મુલાકાત લઇ કોવિડ-૧૯ને કાબુમાં લઇ પરિસ્થિત સુધારવા માટે આદેશ જારી કર્યા છે.
મુખ્યમંત્રીએ રાજયના વિવિધ જીલ્લાઓના કોવિડ-૧૯ સંક્રમણના ફેલાવાની પરિસ્થિતિની સમિક્ષા કરવા કેબિનેટની બેઠક યોજી સાથે સાથે જીલ્લા સ્તે આ મહામારીના ફેલાવાની પરિસ્થિતીની સાચી સમિક્ષા માટે માર્ગદર્શન આપ્યુ હતું.
મુખ્ય સચિવ અનિલ મુકીમે પણ ઉતર ગુજરાતના કોરોના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
જન સુખાકારીમાં મહત્વપૂર્ણ કામગીરી કરનાર કલેકટરોને વડાપ્રધાનના હસ્તે એવોર્ડ અપાશે
૩૧ ઓકટોબર, ૨૦૨૦ના રોજ કેવડિયા કોલોની ખાતે એવોર્ડ સમારોહ યોજાશે
હાલનાં આ વૈશ્ર્વિક મહામારીનાં સમયકાળમાં જિલ્લાઓમાં જે આર્થિક વિકાસ કરનાર આઈ.એ.એસ. અધિકારી જેવા કે કલેકટરોએ મહત્વપૂર્ણ કામગીરી કરી હશે તે સર્વેને વડાપ્રધાન મોદી દ્વારા ૩૧મી ઓકટોબર ૨૦૨૦નાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે એવોર્ડ સમારોહ યોજાશે. સંપર્ક સુત્રોનાં જણાવ્યા મુજબ કોઈપણ જિલ્લાનાં આર્થિક વિકાસમાં જે કલેકટર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હશે તે તમામને એવોર્ડ એનાયત કરાશે. ૩૧મી ઓકટોબર સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ હોવાથી આ એવોર્ડ ફંકશનને નિર્ધારીત કરવામાં આવ્યો છે. ૨૦૦૬માં આ વાર્ષિક એવોર્ડ આપવાના શરૂ કરવામાં આવ્યો હતો જેને ૨૦૧૪માં રી-સ્ટ્રકચર કરવામાં આવ્યા છે.
જે કોઈ કલેકટર દ્વારા ઈનોવેશન અને જિલ્લાનાં વિકાસમાં મહત્વપૂર્ણ કામગીરી કરી હોય તેવા તમામ સનદી અધિકારીઓને આ એવોર્ડ એનાયત કરાશે.
સંપર્ક સુત્રોનાં જણાવ્યા મુજબ જે કલેકટરે જનભાગીદારી અને જનસુખાધારીમાં મહત્વપૂર્ણ કામગીરી કરી હોય, વાતાવરણ, પાણી પ્રશ્ર્ન, ઉર્જા, શિક્ષણ, સ્વાસ્થ્ય, મહિલા અને બાળ વિકાસ, ખેતી ક્ષેત્ર સહિત અનેકવિધ કાર્યક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તે તમામ જિલ્લા કલેકટરોને એવોર્ડ આપવામાં આવશે ત્યારે ત્રીજી કેટેગરી એ પણ નિર્ધારીત કરવામાં આવી છે કે, જે બ્યુરોક્રેટ દ્વારા સર્વિસ ક્ષેત્ર સાથો સાથ લોકોની ફરિયાદોને નિવારી હોય તથા લોકોની સુખાકારી અનેકવિધ રીતે જાળવી હોય તે તમામ કલેકટરોને આ વિશેષ એવોર્ડથી સન્માનિત કરાશે. સનદી અધિકારીઓને મળવાપાત્ર એવોર્ડને ૩ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યા છે ત્યારે હાલ એમ્પાવર્ડ કમિટી દ્વારા વડાપ્રધાનને એવોર્ડ માટેની ફાઈનલ યાદી તૈયાર કરવાની અરજી પણ કરવામાં આવી છે. જે સનદી અધિકારીઓને એવોર્ડ મળી રહ્યા છે તે તમામ જિલ્લા સ્તરનાં અધિકારીઓને નમામી ગંગે પ્રોગ્રામ હેઠળ આવરી લેવામાં આવશે. અંતમાં સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે અધિકારીઓને એવોર્ડ એનાયત કરાશે તે સર્વે દ્વારા તેમના નિર્ધારીત જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લેવાશે.