ગ્રામજનોએ સ્વયંભૂ લોકડાઉન પાળ્યો
હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ નો આંકડો બાર પર પહોંચ્યો છે ત્યારે પાંચ કેસ તો હળવદ તાલુકાના જુના ધનાળા ગામ એ જ નોંધાયા હતા જોકે કોરોના ના કારણે ગઈ કાલે એક વૃધ્ધનું મોત નિપજ્યું છે જેના કારણે જુના ધનાળા ગામના લોકોમાં રીતસરના ફફડાટ સાથે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે
કોરોનાનો કહેર શહેરી વિસ્તારની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે જેને કારણે હળવદ તાલુકાના જુના ધનાળા ગામે કોરોનાના પાંચ કેસ પોઝિટિવ નોંધાયા હતા તેમજ ગઈકાલે કોરોના ને લઈ એક વૃધ્ધનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું જોકે નાના એવા ગામમાં કોરોના પોઝિટિવ ના પાંચ કેસ નોંધાતા જુના ધનાળા ગામના લોકોમાં રીતસર નો ડર જોવા મળી રહ્યો છે જુના ધનાળા ગામ ના જ અને હળવદ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે અમારા ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતા ગામલોકો ફફડી ઉઠયા છે અને મોટાભાગના લોકો હાલ અત્યારે તેઓ ની વાડી વિસ્તારમાં રહેવા માટે ચાલ્યા ગયા છે ગામ લોકો સ્વયંભૂ લોકડાઉન પાડી રહ્ય છે ગામમાં દુકાનો તેમજ દૂધની ડેરીઓ પણ બંધ કરવામાં આવી છે.