રાજ્યનાં ખેડૂતોને કૃષિ પેદાશોના ઉત્તમ ઉત્પાદન બાદ સંગ્રહસનના અભાવને કારણે આર્થિક નુકસાન ન થાય તેવા ઉમદા હેતુસર રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત  જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને પોતાના ખેતર ઉપર પાક સંગ્રાહક સ્ટ્રક્ચર બનાવવાના કુલ ખર્ચના ૩૦ ટકા અવા ૩૦ હજાર રૂપિયા બે માંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર રહેશે. મળવાપાત્ર સહાય પૈકી રૂ. ૧૫ હજારનો પ્રથમ હપ્તો પ્લીન્ લેવલ સુધીની કામગીરી પૂર્ણ થયા બાદ અને અંતિમ હપ્તો (રૂ. ૧૫ હજાર) પાક સંગ્રહ સ્ટ્રક્ચરની સંપૂર્ણ કામગીરી સમાપ્ત થયા બાદ તેની ચકાસણી કર્યા બાદ શરતોને આધીન ચુકવવામાં આવશે. આ યોજના હેઠળ ન્યૂનતમ ૩૩૦ ચોરસ ફુટ વિસ્તારનું સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે.

સ્ટ્રક્ચરના છતની મધ્યમ ઊંચાઈ ૧૨ ફૂટ જ્યારે લઘુત્તમ પાયો જમીની બે ફૂટ ઊંડાઈથી વધુ અને જમીની ન્યુનત્તમ બે ફૂટ ઊંચાઈએ તૈયાર કરવાનો રહેશે. તેમાં એક દરવાજો અને એક બારી હશે. આ યોજનાનો લાભ લેવા ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી દરેક ગ્રામ પંચાયત કક્ષાની સાથે ઈન્ટરનેટ સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.