આપણી રાજકીય આર્થિક સામાજીક, ધાર્મિક કે બીજી આપણી દરેક પ્રવૃત્તિ આપણેએ કસોટી પર કસી જોવાની છે કે ભારતની સાધનસંપત્તિ પર જેનો અધિકાર છે તેવાં, ગામડાને જંગલોમાં આ રહેતા કરોડો લોકોનાં જીવન પર આપણા કાર્યથી કયા આશીર્વાદ ઉતરશે… આપણે પ્રાંતોની પુનરચનાની ચળવળ કરીએ, અથવા માતૃભાષાના વાદ કરીએ, ઉદ્યોગીકરણ કે હસ્ત-ઉદ્યોગનો પક્ષ લઈએ દરેક ચર્ચામાં એ કસોટી રાખીએ કે આ મૂંગીને નિરાધાર જનતાનાં જીવન તેમજ સુખસગવડો તેમજ તેમના ચારિત્ર્ય તથા ચારિત્ર્ય પર અને પ્રગતિ પર તે દરેકની શી અસર પડશે. આ બધું નથી જોવાતું અને નથી થતું, એ આપણા દેશ માટે અને ગરીબો-દરિદ્રો માટે બેશક કમનશીબી છે, ને ચેતવણી રૂ પ પણ છે.

કોઈક ચિંતકે સાચુ કહ્યું છે કે, ‘પૃથ્વીના કાગળ ઉપર બાળકએ ઈશ્ર્વરની સહી છે. બાળક વગર પૃથ્વીની કલ્પના થઈ શકે ખરી? બાઈબલમાં કહ્યું કે બાળકો તો ઈશ્ર્વરે આપેલું ધન છે.’ પરંતુ કઠોર વાસ્તવિકતા એ છે કે આ પ્રભુના પયગંબરોની આપણો સમાજ અને આપણા સત્તાધીશો ભયંકર ઉપેક્ષા કરે છે. બાળપણ વિનાના બાળકોની સમસ્યાને ગંભીર તેમજ જોખમી ગણવામાં આવતી નથી.

વિશ્ર્વમાં ૧૦-૧૨ કરોડથી વધુ બાળકો આરોગ્ય માટે ખતરનાક નીવડે એવી પ્રવૃત્તિમાં રોકાયેલા રહે છે. ૧૦-૧૨ કરોડથી વધુ બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત રહેતા હોવાનાં ગણિત મંડાય છે. પાંચ લાખ બાળકો જન્મજાત રોગોથી જન્મતાવેત પ્રથમ વરસમાં મૃત્યુ પામે છે. આ ૫૦,૦૦૦ ભૂખમરાથી અને એને લગતા અન્ય રોગો દ્વારા રોજેરોજ મોતને ભેટે છે. ભારતમાં એકંદર ૧૨ કરોડ બાળકો અનાથ છે.

સામાન્ય રીતે ઉપર્યુકત પ્રવૃત્તિઓમાં બાળકોને અસ્વચ્છ અને જોખમી વાતાવરણમાં ઓછા વેતને રોજના ૧૪ થી ૨૦ કલાક ભારે ગધ્ધા વૈતરૂ  કરવું પડે છે. મૂળભૂત સગવડોનો અભાવ, માલિક ઉપરાંત મુકાદમનો ત્રાસ જાનનું જોખમ ગંદા વસવાટોમાં રહેવાનું મા-બાપથી તરછોડાયેલા કેફી પદાર્થોમાં ફસાયેલા અને અસામાજીક તત્વોનાં ફંદામાં ફસાઈ જાય છે.

આપણા દેશમાં શિશુઓ બાળકોની હાલત બેહદ કફોડી છે એ નિર્વિવાદ છે. અને બાળકોનાં બાળપણની બાબતમાં આપણે બધા કેટલા કઠોર અને ઉપેક્ષીત છીએ, એ ગુનાહિત સ્તરે પહોચેલ છે !

પૃથ્વીના કાગળ ઉપર બાળક એ ઈશ્ર્વરની સહી હોવાનાં ચિંતનને આપણો દેશ કેટલી હદે મજાક સમજી બેઠો છે..! બાળક વગરની પૃથ્વીની કલ્પના જ ન થઈ શકે, એ વાત જાણે આપણા દેશમાં મશ્કરી રૂ પ બની ચૂકી છે, અને બાળકોએ ઈશ્ર્વરનું આપેલુ ધન છે. એ વાતને જાણે કે વાહિયાત લેખવામાં આવી રહી છે. બાળકો પ્રભુના પયગંબર છે, એ વાતની પણ ઠેકડી ઉડાડાઈ રહી છે !….

આપણી આર્થિક, સામાજિક, રાજકીય સહિત અન્ય તમામ પ્રવૃત્તિઓ સાથે બાળકોનાં બચપણ તથા એના પ્રાકૃતિક વૈભવને તથા તેનાં ઉછેર તેમજ પ્રાથમિક શિક્ષણથી માંડીને એની જીવનયાત્રાનાં પ્રવાહો સાથે એને કેવો તેમજ કેટલો સંબંધ છે એ ભૂલવા જેવું નથી.

આ બધું આપણા દેશની બહુધા ગરીબીને કારણે છે. એને માટે આપણા નેતાઓ, રાજપુરૂ ષો અને રાજકર્તાઓ જવાબદાર છે, અને તે બધા ગુનાહિત રીતે જવાબદાર છે એવા આક્રોશ આપણા આ સંતાનોનાં માબાપ કરી શકે તેમ છે. આ બધું અહર્નિશ ધ્યાનમાં લેવું ઘટે અને તેને લગતી ચિંતા કરવી જ પડે, એ અનિવાર્ય છે. આમાં આ દેશના ભાવિ નાગરિકોના કૌશલ્યનો મુદ્દો સંડોવાયો છે. આજનાં બાલમંદિરો અને સરસ્વતીનાં મંદિરોની સાચા અર્થમાં ખેવના રખાય તો તેઓ આવતી પેઢીના નેતાઓની ગરજસારી શકે એમ કહેવામાં અતિષયોકિત નથી. આમ છતાં, આ બધું થતું જ નથી. આપણા દેશના ગરીબો દરિદ્રોની આ કમનશીબી છે. અને આપણી ઉગતી પેઢીની એમાં કસોટી પણ છે. એને ચેતવણી રૂ પ ગણ્યા વિના છૂટકો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.