માસ્ક ન પહેરનાર ૮, અને કફર્યું દરમિયાન લટાર મારતા ૮ શખ્સો ઝડપાયા
કોરોનાના વાયરસને અટકાવવા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેર નામાનો ઉલ્લંઘન કરનાર ચાર દુકાન દાર, બાઈક ચાલક, સાયકલ સ્વાર, કારમાં સ્વારનું, માસ્ક નહી પહેરનાર આઠ અને રાત્રે ટહેલતા એક મહિલા સહિત ૨૦ શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરી પગલા લેવામાં આવેલ છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ કોરોનાના સંક્રમણ અટકાવવા રાત્રી ૧૦ થી સવાર પાંચ કલાક દરમિયાન કફર્યુ અને માસ્ક નહી પહેરનાર, નિયત સમયથી વધુ સમય દુકાન ખૂલ્લી રાખનાર સહિત શહેરનાં ૨૦ શખ્સો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરનાં એ ડીવીઝન પોલીસ મથકનાં વિસ્તારમાંથી રૂખડીયા પરાનાં પ્રવિણ વજા મકવાણા, રાષ્ટ્રીય શાળા પાસેથી અલ્પેશ વિઠ્ઠલ સિદપરા, મોચી બજારમાં રહેતા રિઝવાન ઈસ્માઈલ દલવાડી સહિત માસ્ક નહી પહેરેલ અને જાહેરમાં થુકનાર મોચીબજારના પારથા હનીફ કટારીયા, રાત્રે કફર્યુંમાં લટાર મારતા મંજૂર હુશેન કટારીયા, તનવીર યાસીન દલવાડી, બી.ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાં રાત્રે સાયકલ લઈને નીકળેલા રાજારામ સોસાયટીમાં રહેતા નીતીન મનુ સેલવાડા તિલક પ્લોટમાં રહેતા આથિશ મહેશ કબીરાને બાઈક સાથે, થોરાળા વિસ્તારમાં સાહીલ અનવર પઠાણ, પરેશ ભીખાભા જેહર, મનહર જીણા કોટડીયા, જંગલેશ્ર્વરનો વેપારી નિલેશ કાળુ બોરીચા, કૃષ્ણનગરનાં સંજય ભીખા મકવાણા, કુવાડવા રોડ રવિ ભરત સંઘાણી, રણુજા મંદિર પાસે દિપક નરશી વરદીયા, કેવડાવાડીમાં મિલન જીતેન્દ્ર ડાભી, મેઘાણીનગર સુનિલ કિરીટ મનાણી, નાકરાવાડી ગામ અનિલ પરસોતમ ઝીઝુવાડીયા, વિજય પરસોતમ ઝીઝુંવાડીયા જાહેરનામાના ભંગ કરતા કાર્યવાહી કરવામાં આવી છે.
રિક્ષામાં વધારે મુસાફરો બેસાડી નિકળેલા હુડકો ચોકડીનો સિરાજ કળુ પરમાર, યુવરાજનગરમાં રહેતો ગોપાલ ધરમશી બાવળીયા, ઝુલેલાલનગરનો અશોક રૂપચંદ રામનાણી, નાથદ્વારામાં રહેતા યુધિષ્ઠિર જેઠાનંદ સિંધી, રેલનગર સંજય રાજેન્દ્ર કુકરાજા, પાનનો ધંધાર્થી ભોમેશ્ર્વરમાં વસીમ ગફાર બ્લોચ અને હેરસલુનનો વેપારી ભારતીનગનો ચિરાગ મહેશ માટી સામે જાહેરનામાનો ભંગ નો કેસ કરી કાર્યવાહી કરી છે.