ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ધાર્મિક ઉત્સવો અને તહેવારોની ઉજવણીને લઈને ચર્ચા વિચારણા કરાઈ હતી.
જેમાં અંબાજીના ભાદરવી પૂનમના મેળાને મોકૂફ રાખવામાં આવ્યો હોવાનો અહેવાલ છે. વર્ષોથી યોજાતા મેળામાં દર વર્ષે 29 લાખ દર્શનાર્થીઓ પગપાળા અને અન્ય રીતે દર્શનાર્થે પહોંચે છે.
188 વર્ષથી અમદાવાદના લાલ દંડાવાળા સંઘ પગપાળા મા અંબાને 61 ધજા ચડાવે છે. વ્યાસવાડીથી પણ એક સંઘ 25 વર્ષથી પગપાળા પહોંચે છે.
અંબાજી ગબ્બરની બાજુમાં જ ભાદરવી પૂનમને અનુલક્ષીને જિલ્લા તંત્ર દ્વારા સ્ટોલ ફાળવીને નાના-મોટા વેપારીઓને વેપાર કરવા માટે એક અઠવાડિયા જેટલા લાંબા ચાલતા મેળામાં તક આપવામાં આવે છે. જો કે આ વર્ષે વેપારીઓને આ તક નહીં મળે જેથી તેમને લાખો રૂપિયાનું નુકસાન થશે.