ટ્વીટર ઉપર સાયબર “ભૂકંપ!!!
સૌરાષ્ટ્રમાં આવેલા ધરતીકંપની સાથો સાથ ટવીટરમાં પણ હેકરો ભૂકંપ લઈ આવ્યા છે. વિશ્ર્વના દિગ્ગજ નેતાઓ અને સેલીબ્રીટીઓના એકાઉન્ટ હેક થતાં ચકચાર મચી જવા પામી છે. એકાઉન્ટ હેક કરી હવે હેકરો બીટકોઈનની માંગણી કરી રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે ટ્વીટર દ્વારા ઝીંણવટથી તપાસ થઈ રહી હોવાનું જાણવા મળે છે. આ ઘટના બાદ ટ્વીટર ટ્વીટ અને રિટ્વીટ ફંકશનને રિસેબલ કરવાનો નિર્ણય લેવાયો હતો. પાસવર્ડ પણ રિસેટ થઈ શકતા નથી. આજે માઈક્રોસોફટના સહ સંસ્થાપક બીલ ગેટ્સ, ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક, અમેરિકાના રેપર કાન્યેવેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બીડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામીન નેતાન્યાહુ તેમજ વોરેન બફેટ, એપલ અને ઉબેર સહિતના ટ્વીટર એકાઉન્ટ આજે હેકરો હેક કરી લીધા હતા.
હેકરોએ દુનિયાના દિગ્ગજ નેતાઓ, સેલેબ્રિટી, મોટા બિઝનેસમેનો અને કંપનીઓના ટ્વિટર એકાઉન્ટ હેક કરી દીધા છે. તેમાં માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ, ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક, અમેરિકાના રેપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ, વોરેન બફેટ, એપ્પલ, ઉબર સહિત અન્યના ટ્વિટર એકાઉન્ટ હેક કરી દીધા છે.
હેકર આ દિગ્ગજ્જોના એકાઉન્ટમાંથી ટ્વિટ કરી રહ્યાં છે અને બિટકોઇન માંગી કરહ્યા છે. હેકરોએ માઇક્રોસોફટના સહ સંસ્થાપક બિલ ગેટ્સના ટ્વિટર એકાઉન્ટમાંથી ટ્વિટ કર્યું, દરેક લોકો મને પરત આપવા કહી રહ્યાં છે અને હવે સમય આવી ગયો છે. આવનાર ૩૦ મિનીટ સુધી બીટીસી એડ્રેસ પર મોકલવામાં આવેલા બધા પેમેંટને બેગણા કરી રહ્યો છું, તમે એક હજાર ડોલર મોકલો હું તમને બે હજાર ડોલર પરત મોકલીશ.
પોસ્ટ કરવામાં આવ્યા બાદ થોડી જ મિનીટમાં આ ટ્વિટ ડિલીટ પણ થઇ ગયા છે. જો કે હજુ સુધી એ ખબર નથી પડી કે આ કોણે આ દિગ્ગજ વ્યક્તિઓના ટ્વિટ એકાઉન્ટને નિશાન બનાવ્યું છે. એપલના એકાઉન્ટથી લખવામાં આવ્યું કે અમે તમને લોકોને ઘણું બધુ આપવા માંગીએ છીએ. આશા છે કે તમે સપોર્ટ કરશો. તમે જેટલા પણ બિટકોઈન મોકલશો તેને ડબલ કરીને પાછા અપાશે. આ ફક્ટ ૩૦ મિનિટ માટે જ છે.
એલન મસ્કના એકાઉન્ટથી મેસેજ શેર કરાયો કે કોવિડ ૧૯ના કારણે હું લોકોના બિટ કોઈન ડબલ કરી આપું છું. આ બધા સુરક્ષિત છે. અમેરિકાના રાજકારણ સાથે જોડાયેલી અનેક મોટી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટને હેક કરીને પણ આ રીતે મેસેજ કરાયા. જેમાં બરાક ઓબામા અને જો બિડનના નામ સામેલ છે. જો કે પોસ્ટ થયાના ગણતરીની મિનિટોમાં જ જો કે આ ટ્વિટ્સ ડિલિટ થઈ ગઈ છે. હજુ પણ એ જાણ નથી થઈ કે આખરે આટલી જાણીતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટને કોણે નિશાન બનાવ્યાં છે. જો કે આ ઘટના બાદ ટ્વિટરે કહ્યું કે અમને ટ્વિટ એકાઉન્ટ હાઇજેક કરવાની જાણકારી મળી છે. હાલમાં આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે તેને રોકવા માટે પણ પગલા લેવામાં આવી રહ્યાં છે. અમે ઝડપથી બધાને અપડેટ કરી દઇશું. હેકિંગની ઘટના બાદ તરત ટ્વિટરએ ટ્વિટ અને રિટ્વિટ ફંકશનને ડિસેબલ કરી દીધા. ટ્વિટરે કહ્યું કે અમે આ મામલા અંગે સમીક્ષા કરી રહ્યાં છે, જેને કારણે યૂઝર પોતાનું ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ નહી કરી શકતા હોય તેમજ ન પાસવર્ડ રિસેટ કરી શકતા હોય.
- એકાઉન્ટ હેક કરી માંગ્યા બીટકોઈન
હેકર્સ દ્વારા માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરવામાં આવ્યુ કે, ૩૦ મિનિટમાં બીટીસી એડ્રસ મોકલી રહ્યો છુ. તમામનું પેમેન્ટ બે ગણું કરવામાં આવી રહ્યુ છે. તમે એક હજાર ડોલર મોકલો હું તમને બે હજાર ડોલર આપીશ. જોકે, આ પ્રકારની પોસ્ટ થયા બાદ થોડીવારમાં તે ડિલિટ પણ કરી દેવામાં આવી હતી.
- એકાઉન્ટ હેક કરી રચાયું બીટકોઈન સ્કેમ
અગ્રણી આઇટી કંપની એપલ, ઉદ્યોગપતિ એલન મસ્ક, એમેઝોનના સીઈઓ જેફ બોજોસ, આઇટી દિગ્ગજ, રાજકીય નેતાઓ અને અગ્રણી કંપનીઓના પ્રમુખોના ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે. તમામના એકાઉન્ટ હેક કરીને બીટકોઈનની માંગ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને બીટકોઈન સ્કેમ ગણવામાં આવી રહી છે.